તે સમયે ભગવાન શંકરની પ્રેરણાથી એક ગીધ ત્યાં આવી અને કૈકયીના હાથમાંથી પ્રસાદ ઉઠાવીને અંજન પર્વત પર તપસ્યામાં લીન અંજની દેવીના હાથમાં મુકી દીધો. પ્રસાદ ગ્રહણ કરવાથી અંજની પણ રાજા દશરથની ત્રણ રાણીની જેમ ગર્ભવતી થઈ ગઈ. સમય આવતા દશરથના ઘરે રામ,ભરત,લક્ષ્મણ અને શત્રુઘ્નનો જ્ન્મ થયો તો બીજી બાજુ અંજનિએ શ્રી હનુમાનજીને જ્ન્મ આપ્યો.