Guru Purnima 2022: ગુરૂ પૂર્ણિમા પર બની રહ્યા છે 4 રાજયોગ! શુભ મુહુર્તમાં કરવી પૂજા, દરેક કામમાં મળશે સફળતા

મંગળવાર, 21 જૂન 2022 (15:14 IST)
Guru Purnima 2022 Date Puja Muhurat, Importance: ગુરૂપૂર્ણિમા આ વર્ષે 13 જુલાઈ 2022 બુધવારે ઉજવાશે. આ આષાઢ મહીનાની પૂર્ણિમાને ઉજવાય છે. આ દિવસે વેદ વ્યાસજીની જયંતી ઉજવાય છે અને તેમની ખાસ પૂજા અર્ચના કરાય છે. વેદ વ્યાસજીને પ્રથમ ગુરુ માનવામાં આવ્યો છે. તેણે  માનવ જાતિના વેદનો જ્ઞાન આપ્યુ. તે સિવાય વેદ વ્ય્કાસજીને ભગવાન વિષ્ણુનો અંશાવતાર પણ માનીએ છે. તેથી ગુરૂ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા પણ કરાય છે. તે સિવાય આ દિવસે લોકો તેમના- તેમના ગુરૂઓની પૂજા અને સમ્માન પણ કરે છે. 

ગુરુ પૂર્ણિમા 2022 પર 4થો રાજયોગ
ગુરુ પૂર્ણિમાનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ તેનું જ્યોતિષીય મહત્વ છે. આ વખતે ગુરુ પૂર્ણિમા જ્યોતિષની દૃષ્ટિએ વધુ વિશેષ બની છે. આ ગુરુ પૂર્ણિમા પર ગ્રહોની સ્થિતિ ખૂબ જ શુભ હોય છે. ગુરુ પૂર્ણિમા 2022 ના દિવસે મંગળ, બુધ, ગુરુ અને શનિ ખૂબ જ શુભ સ્થિતિમાં રહેશે. જેના દ્વારા ગુરુ પૂર્ણિમા પર રૂચક, ભદ્રા, હંસ અને શશના નામ 4 રાજયોગો રચાઈ રહ્યા છે. આ સિવાય સૂર્ય અને બુધ એક જ રાશિમાં હોવાના કારણે બુધાદિત્ય યોગ પણ રહેશે. એકંદરે ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી ઉપાસના-ઉપાય અત્યંત છે. 

ગુરુ પૂર્ણિમાનો શુભ મુહુર્ત અને પૂજ વિધિ 
હિંદુ પંચાગ મુજબ આષાઢ મહીનાની પૂર્ણિમા તિથિને 13 જુલાઈ સવારે 4 વાગ્યેથી શરૂ થશે અને 13 જુલાઈ મોડી રાત 12.06 વાગ્યે સુધી રહેશે. આ રીતે આખો દિવસ ગુરૂની પૂજા કરવા, જ્યોતિષીય ઉપાય કરવા માટે શુભ મુહુર્ત રહેશે. 
 
ગુરૂ પૂર્ણિમાના દિવસે જલ્દી સ્નાન કરી સાફ કપડા પહેરો. ઘના મંદિરમાં જ દેવી-દેવતાઓની પૂજા કરવી. ભગવાન વિષ્નુ અને વેદ વ્યાસની પૂજા જરૂર કરવી. પછી તમારા ગુરૂને ચાંદલો કરી માલા પહેરાવવી. જો ગુરૂ મળવુ શક્ય ન હોય તો તેમનો આશીર્વાદ લેવુ. તમારી સામર્થ્ય મુજબ ભેંગ આપી તેમનો સમ્માન કરવું. 
 
સારા પરિણામ આપશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર