ટુંક સમયમાં આપની સમક્ષ- હૃદયસ્પર્શી સંવાદો અને ઈમોશનલ ગુજરાતી ફિલ્મ "શુભ આરંભ" રજુ થશે

ગુરુવાર, 4 ઑગસ્ટ 2016 (14:48 IST)
ટુંક સમયમાં આપની સમક્ષ- હૃદયસ્પર્શી સંવાદો અને ઈમોશ્નલ જર્ની વાળી ગુજરાતી ફિલ્મ "શુભ આરંભ"


તાજેતરમાં ગુજરાતી ફિલ્મોનું સર્જન ખૂબજ વધી ગયું છે અને આ ફિલ્મોને દર્શકોએ વધાવી પણ લીધી છે. ત્યારે ફરીવાર એક નવી અર્બન ફિલ્મ અને નવી વાર્તા સાથેની ગુજરાતી ફિલ્મ ટુંક સમયમાં દર્શકોનું મનોરંજન પુરૂ પાડવા માટે તૈયાર થઈ જશે. આ ફિલ્મનું નામ છે શુભ આરંભ.

આ ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો રિદ્દિમા અને શુભ નામના બે કેરેક્ટરની આસપાસ ફરે છે. રિદ્ધિમા એક મેરેજ કાઉન્સિલર છે અને શૂભ એક એનઆરઆઈ આર્કિટેક્ટ છે. આ બંને સમય જતાં ધીરે ધીરે એકબીજાને પસંદ કરવા લાગે છે. તેઓ પ્રેમમાં પડે છે અને લગ્ન કરવાનું નક્કી કરે છે. આપણે જીવનમાં જેમ વિચારીએ એવું અમુક વખત થતું નથી એમ આ ફિલ્મમાં આગળ શું થશે એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે પણ શુભ આરંભ ફિલ્મ એક ઈમોશ્નલ જર્ની છે. જેમાં હૃદયને સ્પર્શી જાય તેવા સંવાદો છે અને ઉત્સવોના કેનવાસ પર ચિત્રિત થયેલી આ ફિલ્મમાં ઘણા જ ઉતાર ચઢાવ પણ છે. જેનાથી દર્શકો ચોક્કસ સીટ પકડીને આ ફિલ્મને જોશે એ વાત નિશ્ચિત છે.

આ ફિલ્મને ધ ટ્રાવેલિંગ સર્કસ દ્વારા રજુ કરવામાં આવશે. ધ ટ્રાવેલિંગ સર્કસ એ ત્રણ અલગ ફિલ્ડનું બેકગ્રાઉન્ડ ધરાવતા મિત્રોનું સાહસ છે જેઓ હવે પાર્ટનર તરીકે કામ કરી રહ્યાં છે. આ વિચાર તેમના ઝહનમાં લગભગ એકાદ વર્ષ પહેલાં આવ્યો હતો. ઘણા સંઘર્ષો બાદ આખરે તેઓ એક બિઝનેસમાં જોડાયા અને તે છે સિનેમા. આખરે તેમણે શુભ આરંભ નામની ફિલ્મનો સફળ પ્રોજેક્ટ પણ હવે તૈયાર કરી દીધો.

 આ ફિલ્મના દિગ્દર્શક અમિત બારોટ છે. જ્યારે તેનું નિર્માણ ધ ટ્રાવેલિંગ સર્કસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અનુપમનો રોલ હર્ષ છાયાએ કર્યો છે. મનસ્વીનો રોલ પ્રાચી શાહ પંડ્યાએ કર્યો છે. શુભનો રોલ ભરત ચાવડા અને રિદ્ધિમાનો રોલ દીક્ષા જોશીએ કર્યો છે. આ ફિલ્મને વિપુલ શર્મા દ્વારા લખવામાં આવી છે. જ્યારે તેનો સ્કિનપ્લે અને સંવાદો અભિનય બેંકર દ્વારા લખવામાં આવ્યાં છે.

વેબદુનિયા પર વાંચો