નવા જમાનાનુ મહાભારત

એકતા કપૂરની ધાર્મિક સીરિયલ 'કહાની હમારે મહાભારત કી'ની શરૂઆત ચેનલ નાઈન એક્સ પર થઈ ચૂકી છે. બાલાજી સ્ટાઈલમાં બનેલ આ ધારાવાહિકને પહેલી વાર જોતા ઘણા દર્શકોને આશ્ચર્ય થયુ. વાત એમ છે કે આ સીરિયલને જુદી જ રીતે રજૂ કરવામાં આવી છે, અને આ સીરિયલના પાત્રોને પહેલાના મહાભારતની જેમ ભારે ઘરેણાંઓ અને મોટા મોટા મુકુટોથી લદાયેલા નથી બતાવ્યા. પરંતુ પાત્રોના ડ્રેસની ડિઝાઈન એ સમય મુજબની બનાવવામાં આવી છે.

કહાની હમારે મહાભારત ને આધુનિક ટેક્નોલોજીનો પ્રયોગ કરી બનાવવામાં આવી છે, જેના કારણે તેમનુ પ્રસ્તુતિકરણ વધુ સારુ બની ગયુ છે. નાના પડદાંના બધા મોટા કલાકારો આ સીરિયલમાં છે. હથિયારોનું પણ આ સીરિયલમાં ઘણું ધ્યાન રાખવામાં આવ્યુ છે. સીરિયલમાં બધા હથિયારો એવા બતાવવામાં આવ્યા છે જે સાચા હથિયારો લાગે છે.

ધારાવાહિકની પહેલી કડીમાં અનિતા હસાનંદાનીને દ્રોપદીના પાત્રમાં બતાવવામાં આવી છે. આ સિવાય ચેતન હંસરાજ ભીમના રૂપમાં અને ઉમાશંકર યુધિષ્ઠિરના રૂપમાં જોવા મળ્યા છે. આવનારા દિવસોમાં સીરિયલમાં મહાભારતની વાર્તાને વધુ સારી પ્રસ્તુતિ સાથે બતાવવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો