ગુજરાતી ફિલ્મો માટે નવી પોલિસી - ગુજરાતી ફિલ્મોને 50 લાખ સુધીની મદદ મળશે

મંગળવાર, 2 ફેબ્રુઆરી 2016 (14:38 IST)
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે જાહેર કરાયેલી નવી નિતી અનુસાર હવેથી ગુજરાતી ફિલ્મોને તેમના ગ્રેડ અનુસાર 5 લાખ રૂપિયાથી શરૂ કરીને 50 લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે. અલબત્ત આ સહાય ઓછામાં ઓછી 100 મિનિટની રનિંગ લંબાઈ ધરાવતી હોવી જોઈએ. 100 મિનિટથી ઓછી રનિંગ લંબાઈની ફિલ્મને સરકારી સહાય નહીં મળે.
 
ગુજરાત સરકારના પ્રવક્તા નિતિન પટેલે ગાંધીનગરમાં આજે સરકારની ગુજરાતી ફિલ્મો અંગેની નવી નિતીમાં આ જાહેરાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે ગુજરાતી ફિલ્મના નિર્માણ માટે મળવાપાત્ર સરકારી સહાયની રકમ હવે સીધી ફિલ્મ નિર્માતાના ખાતામાં જમા થશે. આ ઉપરાંત હવેથી દર વર્ષે એક વાર મળતી સમિતીની બેઠક હવે દર ત્રણ મહિને મળશે કે જેથી નિર્માતાઓએ આખા વરસ સુધી રાહ નહીં જોવી પડે.
 
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે થયેલી જાહેરાતો
 
- હવે 5થી 50 લાખ સુધીની જાહેરાત
-  નવી નીતિનો તાત્કાલિક અમલ થશે
- એ બી સી ડી એમ એમ ચાર ગ્રેડમાં આપશે સહાય
- રજત એવોર્ડ વિજેતાઓને અપાશે 1 કરોડ સુધીની સહાય
- કલાકારોની અપાતા 32 પુરસ્કારોની રકમ બમણી કરવામાં આવી
દર ત્રણ મહિને મળશે ચલચિત્ર સમિતિની બેઠક
- બાલ ચલચિત્રને અપાશે સહાય
- કલાકોરોને 35 કૉટેગરીમાં મળશે ઈનામ.
- જે ગુજરાતી ચલચિત્રને ભારત સરકારનો Regional Language category રજત કમલનો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો હશે તેવા ગુજરાતી ચલચિત્રના નિર્માતાને 1 કરોડની આર્થિક મદદ  
- રાજ્યમાં 1999ત્થી ગુજરાતી ચલચિત્રોને રૂપિયા પાંચ લાખની આર્થિક સહાય આપવામાં આવે છે તે સાથે જ 100 ટકા કરમુક્તિ આપવાની નીતિ પણ રાજ્યમાં અમલમાં છે. 
 
- ગુજરાતી ચલચિત્રોના શ્રેષ્ઠ કલાકાર કસબીઓને જુદી જુદી 32 કેટેગરીમાં આપવામાં આવતા રોકડ પુરસ્કારની રકમ બમણી કરવા સાથે જ ગુજરાતી ચલચિત્રોને 100 ટકા કરમુક્તિ આપવાની બાબતને પણ અધ્યયન કરીને આ નીતિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. 
 
- બાળ ચલચિત્ર મહિલા સશક્તિકરણ સંબંધિત ચલચિત્રને ગ્રેડના આધાર પર સહાય ઉપરાંત 25 ટકા વધારાની આર્થિક સહાય અપાશે. 
- ભારત સરકારનો પ્રાદેશિક ભાષા કેટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવેલ ચલચિત્રને રૂઇયા એક કરોડની આર્થિક સહાય. 
 
- ઓસ્કર જીતનારી ગુજરાતી ફિલ્મને 5 કરોડ રૂપિયા અપાશે જ્યારે અન્ય ઈંટરનેશનલ એવોર્ડ જીતનારને 2 કરોડથી 4 કરોડ રૂપ્યા અપાશે. નેશનલ એવોર્ડ જીતનારી ફિલ્મને 3 કરોડ રૂપિયા મળશે.  
 
- ડબ થયેલી કોપી થયેલી મિક્સીંગ કરવામાં આવેલી કે કોપી રાઈટનો ભંગ કરવામાં આવેલી ફિલ્મોને સહાય મળશે નહી. 

વેબદુનિયા પર વાંચો