આપણે તો ધીરૂભાઈ, ફિલ્‍મ ચર્ચા જગાવશે(જુઓ વીડિયો)

ગુરુવાર, 28 ઑગસ્ટ 2014 (16:55 IST)
ગુજરાતમાં સામાન્‍ય રીતે પારંપરિક ગ્રામીણ પુષ્ઠભૂમિ ધરાવતી ફિલ્‍મો બને છે જો કે હવે રાજકોટના જેએમજે મોશન પિક્‍ચર્સ દ્વારા પરંપરાગત ગુજરાતી ફિલ્‍મોથી હટીને અર્બન ગુજરાતી ફિલ્‍મ આપણે તો ધીરૂભાઈ બનાવવામાં આવી છે. આ ફિલ્‍મ ગુજરાત સહિત મુંબઈ, જયપુર, ઈન્‍દોર, સીડની સહિતના શહેરોમાં આગામી શુક્રવારે રીલીઝ થવા જઈ રહી છે. જેના પ્રીમીયર શો આજે અમદાવાદમાં યોજાયો હતો. આ પ્રસંગે રંગભૂમિના પ્રતિષ્ઠિત કલાકારો, રાજકાણીઓ, ઉદ્યોગપતિઓ સહિત મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા. આપણે તો ધીરૂભાઈના ડિરેક્‍ટર હરિત ઋષિ પુરોહિત છે તેમજ ફિલ્‍મની થીમ પણ સૌરાષ્‍ટ્રના અગ્રણી ઉદ્યોગપતિની સંધર્ષ કથાને અનુરૂપ છે. ફિલમમાં એક યુવક (વ્રજેશ હિરજી) કોલેજિયન છે અને ધીરૂભાઈ અંબાથી ખુબ જ પ્રભાવિત છે. આ યુવક જે રીતે આગળ વધવાના નુસખા અજમાવે છે તે દર્શકોને પેટ પકડીને ચોક્કસ હસાવશે. ફિલ્‍મનું પોસ્‍ટર પણ અર્બન દર્શકોને ફિલ્‍મની ગુણવત્તા અંગે ધણું બધું કહી જાય છે. ફિલ્‍મમાં મુખ્‍ય ભૂમિકા ભજવનાર વ્રજેશ હિરજીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે ફિલ્‍મમાં એક કોલેજીયન યુવાનની કથા છે જે જાણીતા ઉદ્યોગપતિ ધીરૂભાઈ અંબાણી જેવી જવલંત સફળતા મેળવવાના સ્‍વપ્ના સેવે છે અને સફળ થવા માટે વિવિધ વ્‍યવસાય દ્વારા પોતાનો હાથ અજમાવે છે. જો કે, શ્રેષ્ઠ અદાકારીમાં યુવાનને સખત પરિશ્રમ, નિષ્ઠાપૂર્વક કાર્ય દ્વારા જ સફળતા મળી શકે છે. જીવનમાં અનેક ચડતી પડતીને સામનો કરવો પડે છે. પરંતુ ખંતપૂર્વક કાર્યથી અવશ્‍ય સફળતા મળે છે. તે સંદેશો ફિલ્‍મ દ્વારા આપવામાં આવ્‍યો છે


વેબદુનિયા પર વાંચો