આધ્રપ્રદેશની રેસીપી - ટોમેટો કરી

સોમવાર, 4 જુલાઈ 2016 (17:56 IST)
આંધ્રા સ્ટાઈલની ટોમેટો કરી સ્વાદમાં થોડી જુદી હોય છે. આ રેસ્પી દ્વારા જાણો આંધ્રા ટોમેટો કરીમાં છુપાયેલ ટેસ્ટનુ રહસ્ય. 
જરૂરી સામગ્રી - 3 ટામેટા, 2 ડુંગળી ઝીણી સમારેલી, એક લીલુ મરચું કાપેલુ, એક ચમચી લાલ મરચું પાવડર, અડધી નાની ચમચી હળદર, એક મોટી ચમચી સફેદ તલ સેકેલા, એક કપ કોકોનટ મિલ્ક ઘટ્ટ, એક ચપટી હીંગ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરુ, 7 થી 8 પાન કડી લીમડો, સ્વાદમુજબ મીઠુ, તેલ. 
 
બનાવવાની રીત - સૌ પહેલા સેકેલા સફેદ તલને ગ્રાઈંડરમાં ઝીણા વાટી લો.  વાસણમાં પાણી અને ટામેટા નાખીને તેને ગેસ પર ઉકળવા મુકો.  5 મિનિટ ટામેટા ઉકાળ્યા પછી ગેસ બંધ કરી દો. જ્યારે ટામેટા ઠંડા થઈ જાય તો તેના છાલટા કાઢી લો. તેને વાટી લો. હવે પેનમાં તેલ નાખીને ગેસ પર ગરમ કરો. પછી તેમા જીરુ, રાઈ અને કઢી લીમડો નાખો. જ્યારે જીરુ તતડવા માંડે તો પેનમાં લીલા મરચા અને હીંગ નાખો. 
 
ત્યારબાદ તેલમાં ડુંગળી અને મીઠુ નાખીને ફ્રાઈ કરો. ડુંગળી સોનેરી થઈ જાય તો તેમા ટામેટા અને હળદર મિક્સ કરો. પેન ઢાંકી દો અને 4 થી 5 મિનિટ ધીમા તાપ પર ટામેટા થવા દો. હવે ટામેટામાં સફેદ તલ અને લાલ મરચુ પાવડર નાખીને 2 મિનિટ સીઝવા દો. પછી શાકમાં કોકોનટ મિલ્ક નાખીને હલાવો. તેને ઉકાળો આવતા સુધી બફાવા દો. જ્યારે શાકભાજી ઉકળી જાય ત્યારે ગેસ બંધ કરી દો. તેને લીલા ધાણાથી સજાવીને ભાત અને રોટલી સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો