સેવ ટામેટા ની ચટણી

સામગ્રી - ૨પ૦ લાલ ટામેટા, ૧૦૦ ગ્રામ સેવ, ૧૦૦ ગ્રામ ડુંગળી, ૪ થી પ લીલા મરચા, સ્વાદ પ્રમાણે મીઠું, ચાર થી પાંચ ચમચી તેલ, વધાર માટે જીરુ, એક ચમચી ખાંડ.

રીત - ડુંગળી અને ટામેટાને બારીક સમારી લો, મરચાં ને સમારી લો, કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થયા બાદ તેમાં તેમાં જીરૂ નાખો. જુરૂ તતડી જાય ત્‍યાર બાદ તેમાં ડુંગળી ને નાંખી સાંતળી લો. ડુંગળી ગુલાબી થાય ત્‍યારે તેમાં ટામેટા અને લીલા મરચા, સ્‍વાદ પ્રમાણે મીઠું નાખી થોડું પાણી નાખી રહેવા દો, ટામેટા બફાય જાય બાદ તેમા સેવ નાખી બે મીનિટ પછી ઉતારી લો.

વેબદુનિયા પર વાંચો