Gujarati Recipe - સાબુદાણાના પરાઠાં

બુધવાર, 12 એપ્રિલ 2017 (06:38 IST)
સાબૂદાનાની ખિચડી, વડા, ખીર તો વ્રત પર બનાવાય છે, પણ શું તમે વિચાર્યું છે કે તેનાથી સરસ પરાંઠા પણ બની શકે છે. જો નહી તો હવે વાંચો તેમની રેસીપી 
સામગ્રી- 
1 કપ સાબૂદાના 
2 બાફેલા બટાટા 
અડધી ચમચી જીરું પાવડર 
3 મોટી ચમચી મગફળી 
અડધી નાની ચમચી આદું છીણેલું 
એક ચોથાઈ બારીક સમારેલી કોથમીર 
1 નાની ચમચી લીંબૂનો રસ 
1 નાની ચમચી ખાંડ ભૂકો 
સિંધાલૂણ 
શેકવા માટે તેલ 
વિધિ- 
- સાબૂદાણાને સારી રીતે ધોઈને 2-3 કલાક માટે પલાળીને મૂકી દો. 
- નક્કી સમય પછી બાફેલા બટાટાને મેશ કરી સાબૂદાણાને સારી રીતે મિક્સ કરી લો. 
- હવે તેમાં જીરું પાવડર, મગફળી, આદું, કોથમીર, લીંબૂનો રસ, ખાંડ ભૂકો અને મીઠું મિક્સ કરી બાંધીલો. 
- બાંધેલા મિશ્રણના લૂઆ કરી રોટલીનો આકાર આપો. હથેળી પર તેલ લગાવીને તેને ચિકણો જરૂર કરવું. 
- ધીમા તાપમાં એક તવા ગર્મ કરવા માટે મૂકો. 
- તવા ગર્મ થતા તેના પર રોટલી નાખવી અને તેલ લગાવીને બન્ને સાઈડથી શેકી લો. 
- સાબૂદાણાના પરાઠા તૈયાર છે. તેમે ફળાહારી ચટણી કે રાયતા સાથે સર્વ કરવું. 
 

વેબદુનિયા પર વાંચો