સામગ્રી - કાચી કેરી 1, લીલા ધાણા-2 કપ, ફુદીનાના પાન અડધો કપ, સેકેલુ જીરુ - એક નાની ચમચી, આદુનો ટુકડો - 1 ઈંચ, હિંગ એક ચપટી, લીલા મરચાં 3-4, મીઠુ સ્વાદમુજબ.
બનાવવાની રીત - કેરીને છોલીને નાના ટુકડામાં કાપી લો. આદુને પણ નાના-નાના ટુકડામાં કાપી લો. હવે મિક્સરમાં કેરીના ટુકડા, લીલા ધાણા, ફુદીનાના પાન અને આદુ નાખો. આ સાથે જ લીલા મરચા, સેકેલુ જીરુ, મીઠુ પણ નાખો. તેમા અડધી ચમચી પાણી નાખો અને ચટનીને એકદમ ઝીણી વાટી લો. વાટેલી ચટણીને કોઈ વાસણમાં કાઢી લો. તેને ખાવા સાથે નાસ્તા કે સમોસા-કચોરીની સાથે ખાવ.