બનાવવાંવી રીત - પાંચેય દાળોને સાફ કરી ધોઇ લો અને 1 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારપછી દાળ કૂકરમાં નાંખો અને તેમાં 1 કપ પાણી, હળદર અને મીઠું નાંખી દો. 1 સીટી વાગે ત્યાંસુધી બાફો અને ગેસની આંચ બંધ કરી દો. કૂકરનું પ્રેશર પૂરું થાય એટલે કૂકર ખોલો.
આખા મસાલા જેવા કાળા મરી, લવિંગ અને ઇલાયચીને સાફ કરી અધકચરાં દળી લો.
કોઇ તપેલીમાં ઘી નાંખી ગરમ કરો. ગરમ ઘીમાં હીંગ અને જીરૂ નાંખી તતડાવો, જીરૂ તતડે એટલે દળેલા મસાલા અને લાલ મરચાંના ટૂકડા કરીને નાંખો, સાથે આદું અને લીલા મરચાં પણ નાંખો. થોડું સાંતળી દો. પછી આ જ તપેલીમાં ઉકાળેલી દાળ નાંખો. દાળ સારી રીતે મિક્સ થાય ત્યાંસુધી રાંધો. જો જરૂર જણાય તો પાણી ઉમેરો. હવે ગેસ બંધ કરી દો અડધી લીલી કોથમીર દાળમાં નાંખી હલાવી દો. તૈયાર છે તમારી પંચરત્ન દાળ.
પીરસતી વખતે બાઉલમાં દાળ કાઢી ઉપરથી બાકી રહેલી કોથમીરથી ગાર્નિશ કરો. ગરમાગરમ પંચરત્ન દાળ રોટલી કે ભાત સાથે પીરસો.