સામગ્રી - બેસન એક કપ, કોર્નફ્લોર - બે ટેબલ સ્પૂન, નૂડલ્સ - એક કપ બાફેલા, મશરૂમ - બે નાના નાના કાપેલા, કોબીજ- પાતળી સમારેલી અડધો કપ, લીલા મરચા-બે ઝીણા સમારેલા, આદુ એક ઈંચ લાબો પાતળો કાપેલો, લીલા ધાણા- બે ટેબલ સ્પૂન ઝીણા સમારેલા, મીઠુ - 1/2 ચમચી (સ્વાદમુજબ) લાલ મરચુ-1/4 ચમચી, તેલ - તળવા માટે. એક વાડકી ડુંગળી સમારેલી.
કોઈ બાઉલમાં બેસન અને કોર્ન ફ્લોર નાખો અને તેમા થોડુ થોડુ પાણી નાખીને તેની ગાંઠ કાઢી નાખો અને સારી રીતે ખીરુ બનાવી લો. આ ખીરાને ફેંટીને એકદમ ચીકણું બનાવી લો. આ ખીરામાં મીઠુ, લાલ મરચું, લીલા મરચાં, લીલા ધાણા, આદુ, સમારેલુ કોથમીર, મશરૂમના ટુકડા, કોબીજ, ડુંગળી અને નૂડસ્લ નાખીને સારી રીતે મિક્સ કરી લો. પકોડા ક્રિસ્પી બનાવવા માટે એક ચપટી બેકિંગ સોડા પણ નાખી શકો છો. કઢાઈમાં તેલ ગરમ કરો અને ચમચીથી આ મિશ્રણ નાખો. પકોડા પલટીને ગોલ્ડન બ્રાઉન થતા સુધી તળો. તળેલા પકોડા કોઈ પ્લેટમાં બિછાવેલ નેપકીન પેપરમાં કાઢીને મુકો. બધા નૂડલ્સ પકોડા આ રીતે તળીને તૈયાર કરી લો.