સામગ્રી- લોટ 1 કપ ચણાનો લોટ 1/2 કપ ,સમારેલી મેથી 1- કપ , લાલમરચાનો પાવડર 1 નાની ચમચી,બે ચમચી દહી, 1 ચમચી ખાંડ, અડચી ચમચી વરિયાળી અને અજમો, તલ, મીઠું સ્વાદપ્રમાણે, તેલ
બનાવવાની રીત- લોટ અને ચણાનો લોટ જુદા-જુદા ચાળી લો.ઘઉંના લોટ ,ચણાના લોટ, મેથી ,લાલમરચાંનો પાવડર ,મીઠું દહી,ખાંડ, વરિયાળી, અજમો, તલ અને પાણી મિક્સ કરીને લોટ બાંધી લો. હવે આ લોટને 10 મિનિટ માટે મુકી દો. આ લોટના લૂંઆ કરી રોટલી જેવી વણી લો. અને તવા પર બન્ને સાઈડ તેલ લગાવીને સેકો અને ગરમા ગરમ સર્વ કરો.