સામગ્રી - 2 કપ સૂકા વટાણા, 3 બટાકા, 1 ડુંગળી ઝીણી સમારેલી, એક ટામેટુ ઝીણુ સમારેલુ, 2 લીંબુ, અડધી નાની ચમચી બેકિંગ સોડા, 1 ચપટી હિંગ, 1 કપ આમલીની ચટણી, 1 કપ લીલી ચટણી, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી સંચળ, 1 ચમચી જીરુ, મીઠુ સ્વાદમુજબ, 2 ચમચી લીલા ધાણા ઝીણા સમારેલા, સજાવવા માટે સેવ, 2 ચમચી તેલ, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ધાણાજીરુ, 1/4 ચમચી લાલ મરચુ, 1/4 આમચૂર પાવડર, 2-3 પાપડી.
બનાવવાની રીત - સૌ પહેલા વટાણાને ધોઈને 5-6 કલાક પલાળી લો. જ્યારે વટાણા સારી રીતે પલળી જાય ત્યારે પાણી કાઢી લો. હવે પલાળેલા વટાનાને એકવાર ધોઈને પ્રેશર કૂકરમાં વટાણા, બટાકા, થોડુ પાણી, બેકિંગ સોડા અને હિંગ નાખીને 4 સીટી વગાડી લો.
- હવે એક ફ્રાઈ પેનમાં તેલ નાખો અને ગરમ થવા માટે તેજ ગેસ પર મુકો. જ્યારે તેલ ગરમ થઈ જાય તો તેમા જીરુ અને ટામેટા નાખીને 2 મિનિટ સુધી થવા દો. પછી તેમા બાફેલા વટાણા અને બટાકા નાખો. ઉપરથી ધાણાજીરુ, લાલ મરચુ, આમચૂર નાખો અને સારી રીતે હલાવીને મિક્સ કરો અને સીઝવા દો.