15 મિનિટમાં બનાવો મલાઈ-ડુંગળીનુ શાક

મંગળવાર, 23 ઑગસ્ટ 2016 (15:19 IST)
વીકેંડમાં લંચમાં કંઈક ખાસ અને ફટાફટ બનાવવા માંગો છો તો મલાઈ-ડુંગળીનુ શાક ટ્રાઈ કરો. બનાવવામાં સરળ અને સ્વાદમાં લઝીઝ આ ડિશની રેસીપી જાણો અહી.. 
સામગ્રી - 2 કપ ડુંગળી સમારેલી, 4 ચમચી ટામેટાની પ્યુરી, 1/2 કપ તાજી મલાઈ, 1 ચમચી લીલા મરચા સમારેલા, 1/2 નાની ચમચી હળદર પાવડર, 1 નાની હમચી ધાણાજીરુ, 1 નાની ચમચી જીરુ, 1/2 નાની ચમચી કસૂરી મેથી, 1 મોટી ઈલાયચી, સ્વાદમુજબ મીઠુ, એક ચપટી  હીંગ, 2 નાની ચમચી તેલ, સજાવટ માટે 1 ચમચી સમારેલા ધાણા. 
 
બનાવવાની રીત - સૌ પહેલા કઢાહીમાં તેલ ગરમ કરો અને પછી તેમા જીરુ નાખીને તતડવા દો અને હીંગ મોટી ઈલાયચી નાખીને થોડી સેકંડ સુધી સેકો.  ત્યારબાદ હળદર, ધાણાજીરુ અને ડુંગળી નાખીને સોનેરી થતા સુધી સેકી લો. તૈયાર મસાલામાં ટામેટા પ્યુરી અને મીઠુ નાખીને 5 મિનિટ સુધી ધીમા તાપ પર પકવો.  જ્યારે મસાલા તેલ છોડી દો તો તેમા મલાઈ નાખીને 5 મિનિટ સુધી ધીમા તાપ પર પકવવા દો. 5 મિનિટ પછી કસૂરી મેથી નાખીને ગેસ બંધ કરો. 
 
મલાઈ-ડુંગળીનુ શાક તૈયાર છે. સમારેલા લીલા ધાણા સજાવીને ગરમાગરમ રોટલી સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો