ગુજરાતી રેસીપી - ખાટા-મીઠા બટાકા

સોમવાર, 3 એપ્રિલ 2017 (15:20 IST)
બટાકાનું સુકુ અને રસાવાળુ શાક તો તમે મોટાભાગે બનાવતા જ હશો. હવે તેમા લાવો ખાંડની મીઠાસ અને આમલીની ખટાશ 
અડધો કિલો નાના બટાકા 
એક મોટી ચમચી બટર 
1 નાની ચમચી આખુ જીરુ 
1 નાની ચમચી છીણેલુ આદુ 
અડધો નાની ચમચી લાલ મરચું પાવડર 
2 મોટી ચમચી ખાંડ 
2 નાની ચમચી મીઠુ 
1 મોટી ચમચી આમલીના ગૂદાનું પેસ્ટ 
 
સજાવટ માટે -  એક મોટી ચમચી ઝીણા સમારેલા લીલા ધાણા 
 
બનાવવાની રીત - ધીમા તાપ પર એક પેનમાં બટર ગરમ કરવા માટે મુકો 
- બટર ગરમ થતા જ તેમા જીરુ નાખો. 
- જેવુ જીરુ ચટકવા માંડે તો પેનમાં બાફેલા બટાકા, આદુ નાખો અને સોનેરી થતા સુધી ફ્રાય કરી લો. 
- બટાકાને હળવા ગોલ્ડન બ્રાઉન થતા જ મીઠુ, લાલ મરચું પાવડર અને ખાંડ મિક્સ કરીને ચમચીથી હલાવો. 
- તાપ બંધ કરવાથી બિલકુલ 1 મિનિટ પહેલા બટાકા પર આમલીનુ પેસ્ટ ફેલાવો અને સારી રીતે મિક્સ કરી લો. 
- ખાટા-મીઠા બટાકા તૈયાર છે. સમારેલા ધાણાથી સજાવીને રોટલી કે પરાઠાં સાથે સર્વ કરો.  

વેબદુનિયા પર વાંચો