કાશ્મીરી રાજમા રેસીપી

ગુરુવાર, 9 જૂન 2016 (16:41 IST)
આજે કંઈક વિશેષ ખાવાનુ મન થઈ રહ્યુ હોય તો કાશ્મીરી રાજમા બનાવવાનુ બિલકુલ ન ભૂલશો. આવો જોઈએ તેની સહેલી રેસીપી 
સામગ્રી - રાજમા 1 1/4 કપ, ડુંગળી - 1 ઝીણી સમારેલી, હીંગ પાવડર - 1/8 ચમચી, જીરુ - 1 ચમચી, આદુ પાવડર - 1 ચમચી, આદુ પેસ્ટ - 1 ચમચી, કાશ્મીરી મરચુ - 1 ચમચી, ધાણાજીરુ - 2 ચમચી, કાશ્મીરી ગરમ મસાલો - 1 ચમચી, દહીં-1/2 કપ, મીઠુ-સ્વાદમુજબ, બટર/ઘી/તેલ - દોઢ ચમચી  
 
ગરમ મસાલા માટે સામગ્રી - 3 મોટી ઈલાયચી, 3 નાની ઈલાયચી, 3 ટુકડા તજ, લવિંગ 2-3 કાળા મરીના દાણા 1/2 ચમચી. આ બધા મસાલાને વાટીને પાવડર બનાવી લો. 
 
કાશ્મીરી રાજમા બનાવવાની વિધિ - આખી રાત રાજમાને પલાળીને સવારે ધોઈને સ્વચ્છ પાણી કુકરમાં નાખીને 3 સીટી આવતા સુધી બાફી લો. ત્યારબાદ ધીમા તાપ પર 30 મિનિટ થવા દો. પછી પ્રેશર કુકરમાંથી કાઢીને પાણી અને રાજમા જુદા જુદા મુકો. એક કઢાઈમાં તેલ કે બટર નાખીને ગરમ કરો. પછી તેમા હિંગ અને જીરુ નાખો. થોડી વાર પછી તેમા સમારેલી ડુંગળી નાખો. ડુંગળી સોનેરી થયા પછી તેમા આદુ પેસ્ટ, આદુ પાવડર અને ફેંટેલુ દહી ભેળવો. તેને સતત હલાવતા રહો. નહી તો દહી ફાંટી જશે.  જ્યારે તેમાથી તેલ બટર છુટુ પડવા માંડે ત્યારે તેમા લીલા મરચા  મીઠુ અને રાજમા મિક્સ કરો.  મસાલા સારી રીતે મિક્સ થઈ જાય કે તેમા દોઢ કપ પાણી નાખો. તેને ઉકાળો અને 20-25 મિનિટ સુધી થવા દો. ગ્રેવી ઘટ્ટ થવા માંડે અને રાજમા બફાય જાય ત્યારે તેમા ઘાણા જીરુ ને ગરમ મસાલો સારી રીતે મિક્સ કરો. ઉપરથી બટર નાખો અને ગરમા ગરમ રાજમાં ભાત સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો