આ રીતે બનાવો ટેસ્ટી દાળ કચોરીનો મસાલો

શનિવાર, 24 સપ્ટેમ્બર 2016 (16:51 IST)
નાસ્તામાં કે પછી તહેવારોમાં બનનારી દાળની કચોરીનો કુરકુરો સ્વાદ તેમા ભરેલા મસાલાને કારણે વધુ સ્વાદિષ્ટ બની જાય છે. આવો જાણીએ કેવી રીતે બનાવશો ટેસ્ટી દાલ મસાલા રેસીપી 
જરૂરી સામગ્રી - 100 ગ્રામ છાલટાવગરની મગની દાળ, ચપટી હિંગ, અડધી ચમચી જીરુ, એક નાની ચમચી ધાણા જીરુ, 1 ચમચી સમારેલા લીલા ધાણા, સ્વાદમુજબ લાલ મરચુ, સ્વાદમુજબ મીઠુ, સ્વાદમુજબ ગરમ મસાલો, સ્વાદમુજબ આમચૂર પાવડર. 
 
બનાવવાની રીત -સૌ પહેલા દાળને ધોઈને બે કલાક માટે પલાળી મુકો. ત્યારબાદ દાળને પાણીમાંથી કાઢીને પાણી વગર જ વાટી લો. હવે કડાહીમાં એક ચમચી તેલ નાખીને ગરમ કરો તેમા હિંગ અને જીરુ નાખીને સેકી લો.  જ્યારે જીરુ તતડે ત્યારે તેમા ધાણાજીરુ નાખો અને પછી દાળ, મીઠુ અને લાલ મરચુ નાખીને મિક્સ કરો.  દાળમાં મસાલા સારી રીતે મિક્સ થઈ જાય તેથી તેને 5 થી 10 મિનિટ સુધી સેકી લો. આમચૂર ગરમ મસાલો અને સમારેલા લીલા ધાણા નાખીને મિક્સ કરો. કચોરીનો મસાલો તૈયાર છે. 
 
હવે એક બાઉલમાં એક વાડકી મેદો લો તેમા થોડુ તેલનુ મોણ અને મીઠુ નાખીને મુલાયમ લોટ બાંધી લો. હવે મેદાની પુરી વણી તેમા મસાલો ભરી તેને મોદકની જેમ વાળીને દબાવી લો. આ રીતે બધી કચોરી બનાવીને ગરમ તેલમાં તળી લો. ગરમા ગરમ કચોરી લીલી ચટણી સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો