વધેલા ભાતની બનાવો કટલેટ

શનિવાર, 4 જૂન 2016 (14:55 IST)
ભાત વધી ગયો છે તો સ્વીટ કોર્ન મિક્સ કરીને બનાવો કોર્ન કટલેટ. આ બાળકો સાથે મોટાઓને પણ ભાવશે. તેઓ મોડુ શુ વાતનુ આવો સીખીએ કોર્ન કટલેટ. 
સામગ્રી - દોઢ કપ સ્વીટ કોર્ન બાફેલા 
એક કપ બ્રેડ સ્લાઈસ, ચુરો કરેલી  
દોઢ કપ ભાત 
4 મોટી ચમચી તેલ 
2 મીડિયમ સાઈઝની ડુંગળી ઝીણી સમારેલી 
15-20 પાન તાજો ફુદીનો, ઝીણો સમારેલો 
એક મોટી ચમચી તાજા લીલા ધાણા, બારીક સમારેલા 
2 બાફેલા બટાકા મૈશ કરેલા 
મીઠુ સ્વાદ મુજબ 
2 લીલા મરચા સમારેલા 
અડધી નાની ચમચી લાલ મરચુ 
 
કટલેટ બનાવવાની વિધિ જાણો આગળ 
 

બનાવવાની રીત - એક નોન સ્ટિક પેનમાં 2 મોટા ચમચા તેલ નાખીને ગરમ કરી લો. તેમા ડુંગળી નાખીને સાંતળી લો. જ્યારે ડુંગળી સોનેરી થઈ જાય તો તેમા કોર્ન, ભાત, બટાકા, લીલા મરચાં, લાલ મરચુ, કોથમીર અને ફુદીના નાખીને સારી રીતે મિક્સ કરી લો. 
 
ત્યારબાદ તેમા બ્રેડ ક્રમ્બસ નાખો અને મિક્સ કરીને 10-15 મિનિટ થવા દો.  ગેસ બંધ કરીને આ મિશ્રણ ઠંડુ થવા દો.  હવે બીજા નોન સ્ટિક પૈનમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરો.  કોર્નના મિશ્રણમાંથી કટલેટ્સ બનાવો. તેને હળવેથી દબાવીને પેન પર સેકવા માટે મુકી દો.   પલટીને બંને તરફથી સોનેરી થવા દો.  તેને હવે પૈન પરથી ઉતારીને કિચન પેપર પર મુકો જેથી વધારાનુ તેલ નીકળી જાય. 
 
સૉસ કે ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો.  તમે આ ઓવનમાં પણ સેકી શકો છો.  કટલેટ્સ પર તેલ છાંટો અને ગરમ ઓવનમાં 180 ડિગ્રી સેંટિગ્રેડ તાપમાન પર સેકો. 

વેબદુનિયા પર વાંચો