ભટુરા બનાવવા માટેની સામગ્રી
2 કપ મેંદો, 1 ચમચી રવો, 2 ચમચી તેલ, 4 ચમચી દહીં, 1 ચમચી ખાંડ, 1/4 ચમચી બેકિંગ પાવડર, તેલ (તળવા માટે), મીઠું, પાણી.
ભટુરા બનાવવાની વિધિ
મેદો અને રવો મિક્સ કરો. હવે તેમા મીઠુ, ખાંડ, બેકિંગ પાવડર દહી અને 2 ટેબલ સ્પૂન તેલ નાખો. હવે આ બધી સામગ્રીઓને સારી રીતે મિક્સ કરો. હવે આ લોટમાં થોડુ થોડુ પાણી નાખો અને નરમ લોટ બાંધી લો. આ લોટને એક ભીના કપડાથી ઢાંકી દો અને 3-4 કલાક માટે આવુ જ મુકી દો. 3-4 કલાક બાદ તમે જોશો કે લોટ ફુલી ગયો છે. હવે આ લોટને ફરીથી ગૂંથી લો. હવે લોટને સમાન ભાગોમાં વહેંચો અને દરેક ભાગમાં એક છિદ્ર બનાવો. કણકનો એક ભાગ લો, તેને એક બોલમાં દબાવો અને પછી ગોળ પુરી વણી લો. (ભટુરાને બહુ પાતળું કે બહુ જાડું વણો) હવે એક કઢાઈમાં ધીમા તાપ પર તેલ ગરમ કરો (તેલ વધારે ગરમ ન થાય તેનું ધ્યાન રાખો). હવે તેલમાં ભટૂરા નાખો. હવે તેલમાં ભટૂરા નાખો. થોડી સેકંડ પછી તેને ધીરેથી થોડો દબાવો. આવુ કરવાથી તે ફુલવા માંડશે. સોનેરી થતા સુધી મધ્યમ તાપ પર પકવો. જ્યારે ભટૂરા તળાય જાય તો તેને કાઢી લો. ગરમા ગરમ ભટૂરા છોલે સાથે પીરસો.