ચા બનાવવી પણ એક કળા છે - આ રીતે બનાવો સરસ મજાની ચા !

બુધવાર, 1 જૂન 2016 (16:05 IST)
ગરમ ચા ના કપની વાત જ અનોખી છે. જો સવારમાં એક કપ સરસ ચા મળી જાય તો આખો દિવસ મૂડ ફેશ રહે છે. તો આજે અમે તમને બતાવી રહ્યા છે કે કેવી રીતે બનાવી શકાય પરફેક્ટ ચા... 
ટિપ્સ .. 
 
- ચા ને હંમેશા ઉકળતા પાણીમાં જ નાખો. તેનાથી રંગ અને ફ્લેવર સારો આવશે. 
- દૂધ અને ચા નુ પ્રમાણ તમારા સ્વાદમુજબ નાખીને એકવાર સારી રીતે ઉકાળો. તમે ચાહો તો ચમચાથી તેને હલાવતા રહો. 
- વધુ પડતી ઉકાળવાથી ચા નો સ્વાદ કડવો થઈ જાય છે. તેથી ચા બનાવતી વખતે સમયનુ ધ્યાન આપો. 
- જો તમને લાઈટ ચા નો સ્વાદ પસંદ છે તો પત્તીદાર ચા નો ઉપયોગ કરો. 
- કડક ચા માટે ઝીણી ચા પત્તીનો ઉપયોગ કરો. 
- ગુલાબી ચા માટે દાનેદાર ચા ઉપયોગમાં લો. 
- જો તમને આદુવાળી ચા બનાવી રહ્યા હોય તો ચા પત્તી અને ખાંડ નાખ્યા પછી આદુ છીણીને કે વાટીને નાખો. જો આદુને દૂધ સાથે ઉકાળશો તો તે ફાટી શકે છે. 
- 6 મિનિટથી વધુ સમય સુધી ચા ન ઉકાળો. ફૂડ એક્સપર્ટ પણ આ સલાહ આપે છે. 
- હંમેશા તાજી ચા જ પીવો. વધુ સમય સુધી ચા ને વાસણમાં ન મુકો કે ન તો તેનો ઉપયોગ કરો. 
- ચા મસાઓ નથી તો આખા મસાલા (જેવા કે લવિંગ, તજ અને ઈલાયચી) ને ઉકાળતા પાણીમાં જ નાખી દો. 
- જો તમે મલાઈવાળી ચા પસંદ નથી કરતા તો ટોંડ મિલ્કનો જ ઉપયોગ કરો. 

વેબદુનિયા પર વાંચો