ચાઈનીઝ રેસીપી : સ્પેશ્યલ ચાઉમીન

સામગ્રી  - 400 ગ્રામ તાજી નૂડલ્સ, 5 કપ પાણી, 1 ચમચી મીઠુ, એક ચમચી તેલ, 2 ચમચી લસણનુ પેસ્ટ, 1 ચમચી મરચું, 1 કપ સ્લાઈસમાં કાપેલી શાકભાજી, 1 મોટી ડુંગળી સ્લાઈસમાં કાપેલી, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી મીઠુ, 2 ચમચી અજમો, 1 ચમચી સોડા, 1 ચમચી ચિલી સોસ. 

બનાવવાની રીત - પાણીમાં મીઠુ નાખી ઉકાળો, તેમા નૂડલ્સ નાખો અને થોડુ બાફો, નૂડલ્સ સૂકી હોય તો થોડી વધુ બાફો. બફાયા પછી તરત જ પાણી કાઢી નાખો અને ફરી તેને ચાયણીમાં મૂકી ઉપરથી ઠંડુ પાણી નાખતા રહો જ્યા સુધી નૂડલ્સ એકદમ ઠંડી ન થઈ જાય. હવે તેમા એક ચમચી તેલ નાખીને હલાવો.

બાકીના તેલને ગરમ કરો અને તેમા લસણનુ પેસ્ટ અને ડુંગળી નાખો અને વધુ તાપ પર ડુંગળીન ગુલાબી થતા સુધી સેકો. હએ આ મિશ્રણમાં શાકભાજીઓ નાખો અને સારી રીતે મિક્સ કરો. હવે સોયા સોસ, મીઠુ, સોડા અને ચિલી સોસ મિક્સ કરો. નૂડલ્સને વધુ તાપ પર સારી રીતે મિક્સ કરો અને ગરમા ગરમ પીરસો.

વેબદુનિયા પર વાંચો