ચાઈનીઝ નૂડલ્સ સમોસા

સોમવાર, 15 ફેબ્રુઆરી 2016 (13:00 IST)
સામગ્રી: 1 કપ મેદો ,1/4 નાની ચમચી  અજમો,સ્વાદપ્રમાણે મીઠું, ઘી -2 ચમચી, ભરણ માટે 1 કપ નૂડલ્સ ,મશરૂમ્સ -2 નાના -નાના સમારેલી ગાજર -1/4 કપ, લીલા વટાણા -1/4 કપ મીઠું -1/4 ચમચી લાલ મરી -1/4 નાની ચમચી, કાળા મરી -1/4 ચમચી ,લીલી કોથમીર 2-3 ચમચી, લીંબુનો રસ -1ચમચી, સોયા સોસ -1/2 ચમચી ,લીલા મરચાં 1  સમારેલા ,આદુ ½ ઇંચ છીણેલું .
 
બનાવવાની રીત -લોટ માટે એક કઢાઈમાં મેંદો લઈ તેમા અજમો પાવડર,મીઠું અને ઘી નાખી .ધીમે ધીમે પાણી નાખી લોટ બાંધી લો. આને અડધા કલાક માટે મૂકી દો.  
 
સ્ટફિંગ માટે એક કઢાઈમાં 2 ચમચી તેલ ગર્મ કરી આદું અને લીલાં મરચાં નાખી શેકો. હવે  વટાણા નાખી 2 મિનિટ શેકો  અને એમાં  સમારેલી ગાજર  ઉમેરો અને 1 મિનિટ શેકો .પછી મશરૂમ્સ,મીઠું,લાલ મરચાં,કાળા મરી,સોયા સોસ અને લીંબુનો રસ નાખી 1 મિનિટ રહેવા દો.  હવે બાફેલા નૂડલ્સ અને કોથમીર નાખી મિક્સ કરો.સમોસાનો ભરણ તૈયાર છે. લોટને રોટલીની જેમ વણી લો એને વચ્ચે  છરીથી કાપી  બે ભાગ કરી લો. 
 
એક ભાગને ઉઠાવી કોન જેવો આકાર આપો એમાં સમોસાની સ્ટફિંગ ભરો .મધ્યમ ગરમ  તેલમાં સમોસા ફ્રાય કરો . ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. તમારા નૂડલ્સ સમોસા તૈયાર છે. 
 
એક પ્લેટમાં કાઢી અને તમારા મનપસંદ ચટણી સાથે સર્વ કરો. 
 

વેબદુનિયા પર વાંચો