માઈક્રોવેવમાં ગરમ કરો ભટૂરા
તમે ભટૂરાને ફ્રીઝમાં 2-3 દિવસ રાખી શકો છો. પછી માઈક્રોવેવમાં ગરમ કરીને ખાઈ શકો છો. જો ફરીથી તળશો તો તેમા તેલ ભરાઈ જશે. તેથી સારું હશે કે માઈક્રોવેવમાં ગરમ કરી લો.
2-3 કલાક માટે લોટ રાખો
જો તમે મેંદામાં દહીં, બેકિંગ સોડા, સોજી અને મીઠુ નાખો છો તો તેને 2-3 કલાક માટે ઢાંકીને રાખવુ પડશે. તે સિવાય મેંદામાં યીસ્ટ અને સોડા વાટર નાખવાથી એક કલાકમાં ભટૂરાનો લોટ તૈયાર થઈ જશે.
બટાટા અને પનીરથી વધશે સ્વાદ
પનીર અને બટાટાના ભટૂરામાં પહેલા બન્નેને સારી રીતે છીણી લો સાથે તેના માટે નરમ પનીર અને સારી રીતે બાફેલા બટાટાનો જ ઉપયોગમાં લેવું. તમે ઈચ્છો તો તેમાં કાળી મરી પાઉડર પણ નાખી શકો છો.