લીલા ધાણાની ચટણી - 100 ગ્રામ ધાણામાં બે ત્રણ લીલા મરચા, મીઠુ નાખીને લીલી ચટણી બનાવી લો.
હવે બ્રેડની બે સ્લાઈસ લો.. એક સ્લાઈસ પર તૈયાર બટાકાના મસાલાનુ પાતળુ પડ બીછાવી લો. અને બીજી બ્રેડની સ્લાઈસ પર લીલી ચટણી લગાવી દો. હવે આ બ્રે સ્લાઈસને એક પર એક મુકીને દબાવી દો. વચ્ચેથી કાપીને ત્રિકોણાકાર કરી લો.
હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તૈયાર બ્રેડની સ્લાઈસને બેસનના ખીરામાં ડૂબાડીને તળી લો. આ રીતે બધી બ્રેડ તૈયાર કરો. આ ગરમા ગરમ બ્રેડ પકોડા સેંડવિચ ચા સાથે કે સોસ સાથે સર્વ કરો.