સમોસા સ્પેગેટી

N.D
સામગ્રી - ઉકાળેલા અને તૈયાર નુડલ્સ, મૈદો 2 વાડકી, ઘી(મોણ માટે) 1 ચમચી, ચીજ 1 ક્યૂબ, મીઠુ 3/4 નાની ચમચી, તળવા માટે તેલ.

બનાવવાની રીત - મેંદા અને મીઠાને ભેળવીને ચાળી લો. મોણનુ ઘી નાખીને તેનો પાણી વડે લોટ બાંધી લો.

લૂઆ બનાવી ભીના કપડાથી ઢાંકી દો. દરેક લોઈને વણીને પાતળી અને મોટી રોટલી બનાવો. ચાકૂથી વચ્ચે કાપીને બે ભાગ કરો. વાળીને ત્રિકોણ બનાવો.

સ્પૈગેટી કે નૂડલ્સ ભરો. થોડા મેંદાની પેસ્ટ બનાવો અને તેનાથી કિનારો બંધ કરી દો. તેલ ગરમ કરો અને ગરમા-ગરમ સમોસા તળીને સોસની સાથે સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો