મલાઈ ખાજા Malai Khaja

મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (12:41 IST)
સામગ્રી: 2 બાઉલ  ખાંડ, મેંદો -દોઢ વાટકી, મલાઈ -1/2 કપ, ઈલાયચી પાવડર - 1/2 ચમચી, બદામ અને પિસ્તા 2 ચમચી, મીઠું -ચપટી, 1/2 વાટકી ઘી માટે તેલ, ચાંદીની વરખ.   
બનાવવાની રીત  -  પ્રથમ મેંદો  ચાળી લો. એમાં ઘી અને ચપટી મીઠું મિક્સ કરવું અને મલાઈથી પૂરી જેવો લોટ બાંધી લો. પછી 15-20 મિનિટ માટે  સૂતરના કપડાથી ઢાંકી રાખો.  હવે  ખાંડ ડૂબી જાય એટલું પાણી નાખી  દોઢ તારની ચાસણી તૈયાર કરો.હવે લોટના લૂઆ બાનવીને રોટલી વળી લો. હવે એને ત્રાંસી સમોસાના આકારમાં કાપી મધ્યમ ગરમ ઘીમાં ફ્રાય કરો. ખાજા સારી રીતે શેકાય .હવે તેમને ચાસણીમાં ડુબાડી કાઢી લો. ઉપરથી બદામ,પિસ્તા સાથે સુશોભન કરી ચાંદીના વર્કથી સજાવો. અને સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો