સામગ્રી: 1 કપ મેદો ,1/4 નાની ચમચી અજમો,સ્વાદપ્રમાણે મીઠું, ઘી -2 ચમચી, ભરણ માટે 1 કપ નૂડલ્સ ,મશરૂમ્સ -2 નાના -નાના સમારેલી ગાજર -1/4 કપ, લીલા વટાણા -1/4 કપ મીઠું -1/4 ચમચી લાલ મરી -1/4 નાની ચમચી, કાળા મરી -1/4 ચમચી ,લીલી કોથમીર 2-3 ચમચી, લીંબુનો રસ -1ચમચી, સોયા સોસ -1/2 ચમચી ,લીલા મરચાં 1 સમારેલા ,આદુ ½ ઇંચ છીણેલું .
સ્ટફિંગ માટે એક કઢાઈમાં 2 ચમચી તેલ ગર્મ કરી આદું અને લીલાં મરચાં નાખી શેકો. હવે વટાણા નાખી 2 મિનિટ શેકો અને એમાં સમારેલી ગાજર ઉમેરો અને 1 મિનિટ શેકો .પછી મશરૂમ્સ,મીઠું,લાલ મરચાં,કાળા મરી,સોયા સોસ અને લીંબુનો રસ નાખી 1 મિનિટ રહેવા દો. હવે બાફેલા નૂડલ્સ અને કોથમીર નાખી મિક્સ કરો.સમોસાનો ભરણ તૈયાર છે. લોટને રોટલીની જેમ વણી લો એને વચ્ચે છરીથી કાપી બે ભાગ કરી લો.