ગુજરાતી વાનગી - સેવ ખમણી

સામગ્રી - 1/2 કિલોગ્રામ ચણાની દાળ , 200 ગ્રામ ઝીણી સેવ, 5 લીલા મરચાં, 1 ચમચી તલ, 8 કળી લસણ, 1 ટુકડો આદુ, સૂકી દ્રાક્ષ એક મુઠ્ઠી, છીણેલુ કોપરું અડધો કપ, લીલા સમારેલા ધાણા એક કપ, મીઠુ, મરચુ, હળદર, ખાંડ, તેલ રાઈ, હિંગ સ્વાદમુજબ. એક મોટા લીંબુનો રસ, લીલી ચટણી એક કપ. 

બનાવવાની રીત - દાળને રાત્રે પલાળી રાખો. સવારે પાણી નિતારી તેને ઝીણી વાટી લો. હવે આ વાટેલી દાળ કુકરમાં બાફી લો. કઢાઈમાં તેલ ગરમ કરી, રાઈ-હિંગ તતડાવી લીલા મરચા, હળદર, તલ નાખી દાળ નાખીને હલાવો. હવે સ્વાદ મુજબ મીઠુ, મરચું, ખાંડ, દ્રાક્ષ, નાખી હલાવો. પછી તેમાં લીંબુનો રસ, વાટેલુ લસણ અને લીલા ધાણા નાખી સારી રીતે હલાવી ધીમા તાપ પર બે મિનિટ રાખી મુકો.

હવે એક પ્લેટમાં ખમણી મુકી તેના પર ચણાની સેવ, દાડમણા દાણા અને લીલી ચટણી નાખીને સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો