ગુજરાતી રેસીપી- શ્રાવણ ઉપવાસના 5 સ્વાદિષ્ટ રેસીપી

મંગળવાર, 9 ઑગસ્ટ 2016 (17:21 IST)
આજે અમે તમને શ્રાવણ માસમાં ઉપવાસ માટે બનાવતી રેસીપી જણાવી રહ્યા છે.

સામગ્રી - કાચા કેળાં - ૪ નંગ, સીંગદાણા - ૧ ચમચો, શિંગોડાનો લોટ - ૧ ચમચો, દાડમના દાણા - ૧ ચમચો, કોપરાનું છીણ - ૧ ચમચો, કિશમિશ - ૧૦-૧૨ નંગ, વાટેલાં આદું-મરચાં - ૧ ચમચી, તજ-લવિંગનો પાઉડર  અડધી ચમચી, દહીં - ૧ વાટકી,  ફરાળી મીઠું - સ્વાદ મુજબ. તળવા માટે તેલ 
વાનગી બનાવવાની રીત - કાચા કેળાંને ધોઇને વચ્ચેથી બે ટુકડા સમારી બાફી લો. ત્યાર બાદ તેને છોલીને છુંદો કરો. સીંગદાણાને શેકીને અધકચરા ખાંડી લો. હવે કેળાના માવામાં સીંગદાણાનો ભૂકો, ફરાળી મીઠું, કોપરાનું છીણ, વાટેલાં આદું-મરચાં, દાડમના દાણા, કિશમિશ , તજ-લવિંગનો પાઉડર વગેરે બધો મસાલો નાખીને સ્વાદિષ્ટ પૂરણ તૈયાર કરો. તેમાંથી ગોળા વાળી કચોરી જેવો આકાર આપો અને શિગોડાનો લોટમાં રગદોળી તેલમાં તળી લો. દહીમાં મીઠું, ખાંડ, લીલા મરચાંની પેસ્ટ વગેરે નાખીને ચટણી બનાવી તેની સાથે ખાવ.

ફરાળી પનીર પકોડા 

સામગ્રી 
 - 100 ગ્રામ પનીર, 1 કપ સિંગોડાનો લોટ, સ્વાદમુજબ ફરાળી મીઠુ અને કાળામરી, 1/1 ટી સ્પૂન જીરાનો પાવડર, 2 લીલા મરચા (ઝીણા સમારેલા), 2 ટેબલ સ્પૂન લીલા ધાણા, તેલ અંદાજથી. 

બનાવવાની રીત - પનીરને ચોરસ ટુકડામાં કાપી લો. સિંગોડાના લોટમાં તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરો અને પૂરતા પ્રમાણમાં પાણી નાખીને ઘટ્ટ ખીરુ બનાવી લો. કડાહીમાં તેલ ગરમ કરો. હવે પનીરના ટુકડાને સિંગોડાના ખીરામાં ડુબાવીને ગરમ તેલમાં સોનેરી રંગના તળી લો. સ્વાદિષ્ટ પનીર પકોડા તૈયાર છે. તેને લીલી ચટણીની સાથે ગરમા ગરમ પીરસો.

ફરાળી ખસખસવાળા બટાકા

સામગ્રી
 - 6 કાપેલા બટાકા, 2 ચમચી સમારેલા લીલા ધાણા, 2 ચમચી સેકેલી ખસખસ, 3 લીલા મરચા, 3 સૂકા લાલ મરચા, અડધો કપ પાણી, સ્વાદ મુજબ મીઠુ, 3 ચમચી તેલ. 

બનાવવાની રીત - ખસખસમાં લીલા મરચા અને થોડા ચમચી પાણી નાખી પેસ્ટ બનાવી લો અડધા તેલને ગરમ કરો અને બટાકાને 3-4 ભાગમાં ફ્રાય કરો. હવે આ તળેલા બટાકાને બાઉલમાં કાઢો. બાકીનુ બચેલુ તેલ ગરમ કરો અને તેમા સૂકા લાલ મરચાં નાખો, હવે તેમા ખસખસનુ પેસ્ટ નાખી 5 મિનિટ સુધી ધીમા તાપ પર ફ્રાય કરી લો. 

હવે તેમા તળેલા બટાકાને નાખી અને મીઠુ નાખો. ઢાંકી દો અને 15 મિનિટ સુધી બફાવા દો અને ગરમ પીરસો.

ફરાળી ઢોકળા
સામગ્ર
ી - મોરિયો 200 ગ્રામ, રાજગરાનો લોટ 100 ગ્રામ, શીંગોડાનો લોટ 100 ગ્રામ, ફરાળી મીઠુ(જરૂર મુજબ), દહી - એક વાડકી, સોડા એક ચમચી, તળવા માટે તેલ અને જીરુ. 

બનાવવાની રીત - મોરિયાને બે કલાક માટે પલાળી દો. દહીં ફેંટીને રાજગિરો અને શીંગોડાનો લોટ ભેળવી દો. મોરિયાને વાટીને બધી સામગ્રી મેળવીને મિશ્રણને તૈયાર કરો. તેમા એક ચમચી સોડા અને મીઠુ નાખીને સારી રીતે ફેટો અને કૂકરના ડબ્બામાં ભરીને એક સીટી વગાડી લો. ઠંડુ થાય કે તેના પીસ કરી લો. તેલ ગરમ કરી જીરુ તતડાવો અને ઢોકળા વધારી દો. ઉપરથી ધાણા ભભરાવીને ઢોકળા પીરસો.

સામગ્રી- 1 વાટકી સિઘાડાના લોટ , 1 વાટકી રજગીરાના લોટ , મીઠું સ્વાદપ્રમાણે , 3-4 લી મરચા ,કોથમીર , 1 ચમચી ધણા પાવડર , 1/2 ચમચી કાળી મરી પાવડર , 1 ચમચી જીરું પાવડર તેલ કે ઘી 
વિધિ- રાજગીરા અને સિંઘાડાના લોટને 1 નાની ચમચી ઘી નાખી શેકી લો. વધારે લાલ નથી કરવું. ઠંડા કરી એક વાસણમાં કાઢો. 
 
ઉપરોક્ત બધી સામગ્રીને મિક્સ કરી ખીરું બનાવી લો. તવો ગર્મ કરી મધ્યમ તાપે નાના કે મધ્યમ આકારના ચીલડા બનાવી લો. ઘી કે તેલથી  બન્ને બાજુ કુરકુરો શેકે દહીં કે ચટણી સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો