બનાવવાની રીત - એક કઢાઈમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને જીરું નાંખો. ડુંગળી સોનેરી રંગની થાય ત્યાંસુધી સાંતળો. હવે બચેલા મસાલા અને કોથમીર ઉમેરો. ત્યારબાદ તેમાં બટાકા મિક્સ કરી મધ્યમ આંચે 5 મિનિટ રાંધો અને પછી આ મસાલો અલગ મૂકી દો.
હવે કેપ્સિકમ મરચાંના ઉપરના હિસ્સાને કાપીને તેમાંથી બી કાઢી દો. આ કેપ્સિકમમાં મસાલો ભરી શકો તે પ્રમાણે તેની રિંગ કાપો. હવે કાપેલી તમામ રિંગમાં બટાકાનો પ્રમાણસર મસાલો ટાઇટ ભરી લો. ત્યારબાદ ફ્રાઇંગ પેનમાં થોડું તેલ મૂકી કેપ્સિકમ રિંગને બંને બાજુથી સાંતળો. તમારી કેપ્સિકમ રિંગ બનીને તૈયાર છે. આને દહીં કે તીખી-ગળી તટણી સાથે સર્વ કરો.