ગુજરાતી અથાણું - ગુંદાનું અથાણું
મંગળવાર, 15 માર્ચ 2016 (14:23 IST)
સામગ્રી- મોટા ગુંદા - ૫૦૦ ગ્રામ, કેરીનું છીણ - ૨૫૦ ગ્રામ, કેરીના નાના કટકા - ૧ વાટકી, સરસવનું તેલ - ૭૦૦ ગ્રામ, અથાણાનો તૈયાર મસાલો.
બનાવવાની રીત - ગુંદા ધોઈને કોરા કરી તેના ઠળિયા કાઢી નાખો.
- અથાણાનો તૈયાર મસાલામાં કેરીના છીણનું પાણી નિતારી મિક્સ કરો.
- ત્યાર બાદ કેરીના છીણ સાથેનો મસાલો ગુંદામાં ભરો.
- ઉપરથી કેરીના કટકા પણ નાખી દો.
- હવે એક બરણીમાં મસાલાવાળા ગૂંદા ભરી લો. ઉપરથી વધેલો અથાણાનો મસાલો નાખી દો.
- સરસવનુ તેલ ઘુમાડો નીકળે ત્યા સુધી ગરમ કરો. એકદમ ઠ્ંડુ પડી જાય કે ગૂંદા ભરેલી બરણીમાં તેલ નાખી દો. ગૂંદા તેલમાં ડૂબી જવા જોઈએ.
નોંધ - આમ તો અથાણાના તૈયાર મસાલામાં હિંગ હોય છે આમ છતા જો તમને હિંગ વધુ જોઈતી હોય તો તેલ ગરમ કર્યા પછી તેમા હિંગ નાખી શકો છો.