વટાણા પાસ્તા

સોમવાર, 14 જુલાઈ 2014 (15:48 IST)
સામગ્રી: 1 કપ પાસ્તા,તાજા અથવા ફ્રોજન વટાણા - 1 કપ લસણ - 4, ચીલી ફ્લેક્સ -1 ચમચી મરી પાવડર - 1/2 ચમચી,ઓરીગેનો 1/2 ચમચી,ચીઝ - 2 ચમચી, મીઠું સ્વાદપ્રમાણે , ઓલિવ તેલ - 1 ચમચી 
 
બનાવવાની રીત - સૌપ્રથમ પાણી ઉકાળી તેમાં  પાસ્તા  બાફવા. ઠંડા વટાણાને ગરમ પાણીમાં નાખો  થોડા સમય માટે રહેવા દો. પાણી ગાળી લો. ગેસ પર પેન મૂકો અને તેમાં તેલ ઉમેરો. પછી સમારેલી લસણ, ચીલી ફ્લેક્સ (લાલ મરચાના બીયા) ગોલ્ડન કરો. પછી તેમાં રાંધેલા વટાણા અને મરચું પાવડર નાખો. જ્યારે વટાણા સારી રીતે બફાય જાય  તો તેમાં પાસ્તા અને ઓરગેનો મિક્સ કરો . પાસ્તા સારી રીતે મિક્સ કરી પછી તેમાં મીઠું અને ચીજ છીણી નાખો . બધી વસ્તુઓ મિકસ કરી તાપથી ઉતારો. પાસ્તા સર્વ કરવા માટે તૈયાર છે  હવે તે તમારા સ્વાદિષ્ટ સોંસ સાથે સર્વ કરો. 
 

વેબદુનિયા પર વાંચો