સામગ્રી- ચણા નો લોટ- 2 વાટકી, દહી- 1 વાટકી, હળદર- 1/4 ચમચી, મીઠું સ્વાદ્પ્રમાણે, આદુંપેસ્ટ 1/4 ચમચી, સમારેલુ કોથમીર, લીમડો-7-8, હીંગ- ચપટી, નારિયેળ -2 ચમચી છીણેલું, સરસિયાનું તેલ એક ચમચી, સમારેલા લીલા મરચા
બનાવવાની રીત- સૌથી પહેલા દહીને ફેટી તેમાં ચણાનો લોટ પ્રમાણે પાણી મિક્સ કરો. પછી એમાં હળદર,મીઠું સ્વાદ્પ્રમાણે, આદુંપેસ્ટ નાખી ખીરુ બનાવી લો.
થાળીમાં તેલ લગાવી આ મિશ્રણને સારી રીતે પાતળુ ફેલાવી દો . પછી છરીથી લાંબા કાપ કરો . 7-8 મિનિટ પછી આ મિશ્રણ ઠંડુ થાય તો એમાં છીણેલુ નારિયેળ,લીલા મરચાનુ પેસ્ટ અને સેકેલા તલ મિક્સ કરી એના પર ફેલાવી દો . કાપેલી પટ્ટીનો રોલ બનાવી એક ડિશમાં મુકો હવે પૈનમાં તેલ ગર્મ કરી સરસિયાના તેલનો વઘાર કરી લીમડો નાખી રોલ ઉપર ફેલાવી દો. સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.