દાળ મખાની

N.D
સામગ્રી - બે વાડકી કાળી ઉડદની દાળ, અડધી વાડકી રાજમા, એક લસણની ગાંઠ, આદુનો બે ઈંચનો ટુકડો, બે મોટી ચમચી સરસિયાનુ તેલ, એક વાડકી ઘટ્ટ મલાઈ, અડધી વાડકી સફેદ માખણ, ચપટીભરીને હિંગ, એક ચમચી લાલ મરચું, મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રીત - રાજમાને ધોઈને રાત્રે પલાળી દો. પછી દાળ રાજમા, તેલ ઝીણો સમારેલો લસણ અને આદુ, હિંગ, મીઠુ, મરચું બધુ કુકરમાં નાખીને પાંચ વાડકી પાણી નાખી દો અને ગેસ ચાલુ કરી દાળ અને રાજમાને બાફવા મુકી દો. છ સાત સીટી વાગ્યા પછી ગેસ બંધ કરી દો. જો પાણી ઓછુ લાગે તો એક ગ્લાસ ગરમ પાણી નાખીને તેને ધીમા તાપ પર ઉકળવા દો. જ્યારે દાળના દાણા બફાયને એક થઈ જાય ત્યારે માખણ અને મલાઈને એકસાથે ફેંટીને દાળમાં મિક્સ કરી દો. ઉપરથી સજાવવા માટે લીલા ધાણા ઝીણા સમારીને નાખી દો. તેને મકાઈની રોટલી, ભાત કે નાન સાથે ગરમા ગરમ પીરસો.

વેબદુનિયા પર વાંચો