સામગ્રી :(પકવાન બનાવવા માટે )
૨૦૦ ગ્રામ મેંદો , ૫૦ ગ્રામ તેલ મોયન માટે , મીઠું સ્વાદપ્રમાણે , ૧/૪ નાની ચમચી અજમો, તેલ – આવશ્યક (જરૂરી) તળવા માટે
સામગ્રી : દાલ બનાવવા માટે
૨૦૦ ગ્રામ ચણાની દાળ , ૨-૪ ટે.સ્પૂન તેલ કે ઘી , ૨-૩ ટામેટાબારીક સમારેલા), ૧-૨ બારીક સમારેલા લીલાં મરચા, આદુ (૧ ઈંચ નો ટુકડો), ૨ ચપટી હિંગ, ૧/૨ નાની ચમચી જીરૂ, ૧/૨ નાની ચમચી હળદર, ૧-૧/૨ નાની ચમચી ધાણા પાઉડર, ૧/૪ નાની ચમચી લાળ મરચાનો પાઉડર, ૧ નાની ચમચી મીઠું –સ્વાદાનુસાર, ૧/૪ નાની ચમચી ગરમ મસાલો, લીલી કોથમીર
દાળ બનાવવાની રીત : ચણાની દાળ સાફ ધોઈને ૨ – કલાક માટે પાણીમાં પલાળી રાખી દો. દાળને કુકરમાં 2 કપ પાણી, ચમચી મેથીં, અને અડધી ચમચી હળદર નાંખી અને કુકર બંધ કરી નાખો બાફી લો . એક સીટી થતા ગૈસ બંદ કરી દો.
એક કડાઈમાં ઘી ગરમ કરી હીંગ અને જીરું નાખી તડકાવો ત્યારબાદ ટામેટા, મરચા અને આદુની બનાવેલી પેસ્ટ નાખી બે મિનિટ શેકો પછી એમાં , હળદર પાઉડર, ધાણા પાઉડર, અને બારીક સમારેલ આદુ અને ટ્મેટા નાખવું, મસાલા ને ત્યાં સુધી પાકવા દો જ્યાં સુધી એમાંથી તેલ છૂટીને ઉપર આવીને તરવા લાગશે.