કેરળની વેજિટેબલ સ્ટયૂ

શુક્રવાર, 1 ઑગસ્ટ 2014 (17:29 IST)
સામગ્રી: 2 ગાજર, બટાકા 2, વટાણા -1 કપ, ફ્રેન્ચ બીંસ -80 ગ્રામ ,1 ડુંગળી, લસણ પેસ્ટ-3-4 કળીઓ,આદું 1ઇંચ ટુકડો, લીલા મરચાં -2 3 , તજ ½ ઇંચ ટુકડો ,લવિંગ-4-5, 1 ચમચી કાળી મરી,ઈલાયચી  4,કોકોનટ મિલ્ક  2.5 કપ ,લીમડો  12-15 , નારિયેલ તેલ - 3 ચમચી , મીઠું સ્વાદપ્રમણે  ખાંડ સ્વાદપ્રમણે
 
બનાવવાની રીત- નારિયેલ તેલને એક પેનમાં ગરમ કરો. એમાં બધા આખા ગરમ મસાલા નાખી અને ફ્રાય કરો.પછી એમાં આદુ, લસણ, લીલા મરી, ડુંગળી અને લીમડો નાખી ફ્રાય કરો. હવે સમારેલી  શાકભાજી ઉમેરો અને તે મિક્સ કરો.  પછી નાળિયેર દૂધ નાખો અને શાકભાજી રાંધો. જ્યારે શાકભાજી થઈ જાય તો .ઘટ્ટ કોકોનટ મિલ્ક નાખો મિક્સ કરો અને અડધા મિનિટ સુધી થવા દો. ગરમા ગરમ  હવે સર્વ કરો. 
 

વેબદુનિયા પર વાંચો