ઉપવાસની વાનગી - રાજગરાના ભજીયા

સોમવાર, 4 ઑગસ્ટ 2014 (17:36 IST)
સામગ્રીરાજગરાનો  લોટ 2 વાટકી,અડધી ચમચી કાળી મરી પાવડર, 2  ચમચી કોથમીર , અડધી ચમચી લાલ મરચાનો પાવડર, ½ ચમચી જીરું, 1 લીલા મરી, તેલ 2 ચમચી,સિંધલૂણ સ્વાદપ્રમાણે ,મધ્યમ બટાકાની પાતળા સ્લાઈસ . 
 
બનાવવાની રીત :  સૌપ્રથમ રાજગરાના  લોટને વાડકામાં લઈ તેમાં કાળી મરી, લાલ મરચું, જીરું, લીલા મરચા, મીઠું,કોથમીર નાખી  ભજીયાનુ  ખીરું તૈયાર કરી લો.આ મિશ્રણમાં  2 ચમચી તેલ નાખી  ખૂબ સારી રીતે ફેંટવું ,આથી ભજીયા ફૂલશે અને નરમ અને ક્રિસ્પી બનશે .
 
હવે આ બેટર(ખીરામાં) બટાકાની ચિપ્સ નાખી ગરમ તેલમાં ડિપ ફ્રાય કરો.ફ્રાય કરતા ધ્યાન રાખો કે એને જલ્દી જલ્દી પલટ્વું અને 20 સેકંડમાં કાઢી લો   .ગરમ રાજગરના  ભજીયા  તૈયાર છે . દહી સાથે સર્વ કરો.  

વેબદુનિયા પર વાંચો