મારું પ્રેમ , મારુ ગર્વ, મારી તાકાત , મારી જીંદગી છે "પપ્પા". કહેવાય છે કે માં ના ચરણોમાં સ્વર્ગ હોય છે , માં વગર જીવન અધૂરૂ છે પણ જો માં જીવનની સચ્ચાઈ છે તો પિતા જીવનનો આધાર, માં વગર જીવન અધૂરૂ છે તો પિતા વગર અસ્તિત્વ અધૂરૂ છે. જીવન તો માં થી મળે છે પણ જીવનના આવતી મુશ્કેલીઓનો સામનો કરતા તો પિતાજી જ સીખવાડે છે. જીંદગીની સચ્ચાઈને ધરાતલ પર જ્યારે બાળક ચાલવાનું શરૂ કરે છે, તો તેના પગલા ક્યાં પડે ક્યાં નહી..... આ સમજાવવાનું કામ પિતા જ કરે છે.
મારું પ્રેમ , મારુ ગર્વ, મારી તાકાત , મારી જીંદગી છે "પપ્પા". સમાજની બંદિશોથી બહાર કાઢવાનું કામ એક પિતા જ કરી શકે છે . પિતા જો તમારી પાસે છે તો કોઈ બાળકને અસુરક્ષાનો અનુભવ થતો નથી. પિતા એક વડ ઝાડની જેમ ઉભા હોય તો મોટામાં મોટી પરેશાની નાની થઈ જાય છે. સમય આવતા એ એમના મિત્ર બની જાય છે તો દરેક છોકરી એમના જીવન સાથીના રૂપમાં એમાના પિતાને જ શોધે છે. દરેક છોકરીની નજરમાં એના રીયલ હીરો એના પિતા જ હોય છે. આથી
જ્યારે દરેક દીકરાનું સપનું હોય છે કે એ એવુ કઈક કરે કે જેનાથી એમના પિતાની છાતી પહોળી થઈ જાય. એમની મુસ્કુરાહટ અને આંખોની ચમક માત્ર એમના પિતા માટે જ હોય છે. એમની પ્રથમ સફળતા ત્યા સુધી અધૂરી છે જ્યા સુધી એમના પિતા આવીને એમની પીઠ ન થપથપાવે. ભલે હમેશા પિતા-પુત્ર એકબીજાની ભાવનાઓનું અદાનંપ્રદાન નહી કરે. પણ સૌને ખબર હોય છે કે બન્નેના દિલમાં પ્રેમનો અનુપમ સમુદ્ર છે. ક્યારે એ પિતાની આંખોમાં જોવાની કોશિશ કરો જ્યારે એમનો દીકરો એની પ્રથમ કમાણી લાવે છે . આથી તો કહેવાય છે કે પિતાનું કર્જ તમે ત્યારે જ ચુકવી શકો છો જ્યારે તમે તમારા જેવા જ કોઈ નાના બાળકને ધરતી પર લાવો છો.