Akbar Birbal Story in Gujarati - બીરબલનું નામકરણ

મહેશદાસ જવાન થયો ત્યારે પોતાનું ભાગ્ય અજમાવવા માટે તે અકબરની પાસે ગયો. તેની પાસે અકબરે આપેલી એક વીંટી હતી. તે પોતાની માતાના આશીર્વાદ લઈને ભારતની નવી રાજધાની-ફતેહપુર સીકરી તરફ નીકળ્યો. 

તે ભીડથી બચતાં બચતાં લાલ દિવાલોવાળા મહેલ તરફ ચાલ્યો. તે મહેલમાં પ્રવેશ કરવા લાગ્યો ત્યારે તેને દરબાને રોક્યો અને પુછ્યું, તુ ક્યાં પ્રવેશ કરી રહ્યો છે? મહેશે નમ્રતા વડે જવાબ આપ્યો હું મહારાજને મળવા આવ્યો છું. અચ્છા તો મહારાજ તારી રાહ જોઈ રહ્યાં છે કે તુ ક્યારે આવીશ?- દરબાને હસતાં પુછ્યું. મહેશે જવાબ આપ્યો- હા અને જુઓ હું આવી ગયો છું. અને હા ભલેને તુ વીર હોય બહાદુર હોય પરંતુ મને મહેલમાં જતા રોકીને તુ પોતાનો જીવ જોખમમાં નાંખી રહ્યો છે. સાંભળી દરબાન ચોકી ગયો અને હિંમત કરીને બોલ્યો- તુ આવું કેમ કહી રહ્યો છે? તને ખબર છે આવું બોલવા બદલ હું તારૂ માથુ કાપી શકું છુ? ત્યારે મહેશે મહારાજ દ્બારા આપેલી વીંટીં તેને બતાવી. હવે મહારાજની વીંટીને ન ઓળખવાની હિંમત દરબાનમાં ન હતી અને ન ઈચ્છતાં પણ તેને મહેશને અંદર જવા દિધો પરંતુ તેણે એક શરત મુકી કે મહારાજ તને જે ઈનામ આપે તેમાં અડધો ભાગ મારો. મહેશે વિચાર કર્યો અને હસતાં હસતાં બોલ્યો સારૂ મને મંજુર છે.

મહેશ મહેલમાં પ્રવેશ્યો અને રાજાની આગળ જઈને તેમને સલામ કર્યા અને કહ્યું, તમારી કિર્તી આખા સંસારમાં ફેલાય. અકબર હસ્યો અને બોલ્યો, કોણ છે તુ? મહેશે કહ્યું મહારાજ હું તમારી સેવા માટે આવ્યો છું. આટલુ કહીને તેણે રાજા દ્વારા આપેલી વીંટી તેમને દેખાડી. ઓહો! યાદ આવ્યું, તુ મહેશદાસ છે ને? હા મહારાજ હું તે જ છું. બોલ મહેશ તારે શું જોઈએ છે? મહારાજ હું ઈચ્છુ છુ કે તમે મને સો ફટકા મારો. આ શું બોલી રહ્યો છે?- મહારાજે ચોકી જઈને કહ્યું. હું આવો આદેશ કેવી રીતે આપી શકું કેમકે તે કોઈ ગુનો પણ નથી કર્યો. મહેશે નમ્રતાથી જવાબ આપ્યો- ના મહારાજ મને તો સો ફટકા જ મારો. હવે ન ઈચ્છતાં પણ અકબરે સો ફટકાનો આદેશ આપ્યો. જલ્લાદે ફટકા મારવાની શરૂઆત કરી- એક, બે, ત્રણ...પચાસ. બસ મહારાજ, મહેશે દર્દથી પીડાતા કહ્યું. કેમ શું થયું મહેશ દુ:ખી રહ્યું છે? ના મહારાજ એવી કોઈ વાત નથી હું તો ફક્ત મારૂ વચન પાળી રહ્યો છું. કેવું વચન? મહારાજ જ્યારે હું મહેલમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે મહેલના દરબાને મને એક શરત પર અંદર આવવા દિધો કે મને જે કંઈ પણ ઈનામ મળે તેનો અડધો ભાગ તેને આપવાનો તો મારા ભાગના પચાસ કટકા તો પુર્ણ થઈ ગયાં અને હવે તેનો વારો છે. આ સાંભળીને બધા જ હસવા લાગ્યા. દરબાનને પણ બોલાવવામાં આવ્યો અને તેને પણ પચાસ કોડા મારવામાં આવ્યાં. મહારાજે કહ્યું, મહેશ તુ બિલકુલ નીડર અને બહાદુર છે જેવો નાનપણમાં હતો. હું મારા દરબારમાંથી ભ્રષ્ટ કર્મચારીઓને પકડવા માંગતો હતો. પરંતુ આ કામ તે થોડીક જ વારમાં કરી દિધું. તારા આ કામને લીધે આજથી તુ બીરબલ કહેવાઈશ અને હું તને મારા મુખ્ય સલાહકાર તરીકે નીયુક્ત કરૂ છું. આ રીતે બીરબલનો જન્મ થયો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર