સ્‍વાઇન ફલુ રોગને નિયંત્રિત કરવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સુચારું આયોજન

બુધવાર, 18 ફેબ્રુઆરી 2015 (16:41 IST)
Ø  ગાંઘીનગર સિવિલ હોસ્‍પિટલ ખાતે સ્‍વાઇન ફલુની સારવાર અર્થે સઘન વ્યવસ્‍થા કરાઇ 
Ø  સઘન સારવાર બાદ ૪ દર્દીઓને હોસ્‍પિટલમાંથી રજા અપાઇ
Ø   ૩ આઇસોલેશન વોર્ડ કાર્યરત કરાયા....
Ø  રાઉન્ડ ઘ કલોક ર્ડાકટરોની ટીમ ખડેપગે....


ગાંઘીનગર જિલ્લામાં સ્‍વાઇન ફલુ નામના રોગને નિયંત્રિત કરવા અને અટકાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ગાંઘીનગર સિવીલ હોસ્‍પિટલ ખાતે ચોવીસ કલાક ર્ડાકટરો અને અન્ય મેડીકલ સ્‍ટાફ ખડેપગે કામ કરી રહ્યો છે. તેમજ અલગ ઓ.પી.ડીની વ્યવસ્‍થા પણ કરવામાં આવી છે.

      ગાંઘીનગર જિલ્લા સહિત રાજયમાં સ્વાઇન ફલુના રોગના દર્દીઓ સારવાર હેઠળ છે. આ રોગના દર્દીઓને ખૂબ જ ત્વરિત સારંવાર મળી રહે તે માટે ગાંઘીનગર જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા રાજય સરકારના આરોગ્ય વિભાગની સૂચના મુજબ સુચારું વ્યવસ્‍થા કરવામાં આવી છે. સ્‍વાઇન ફલુના દર્દીઓને યોગ્ય અને ઝડપી સારંવાર મળી રહે તે માટે ૧૯ એમ.ડી. ફિઝીશીયન, ૧૯ એમ.બી.બી.એસ ર્ડાકટર અને નર્સ સહિતનો મેડીકલ સ્‍ટાફ રાઉન્ડ ઘી કલોક ફરજ બજાવી રહ્યો છે. સ્‍વાઇન ફલુ માટે રચવામાં આવેલી તમામ ટીમની કામગીરીની દેખરેખ રાખવા માટે ર્ડા. દિનકર ગોસ્‍વામીની નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

     ગાંઘીનગર સિવીલ હોસ્‍પિટલ ખાતે સ્‍વાઇન ફલુના દર્દીઓની સારંવાર માટે ૩ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ૫૧ બેડની વ્યવસ્‍થા કરવામાં આવી છે. તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૧૫ થી આજ સુઘીમાં સ્‍વાઇન ફલુની કુલ- ૧૧૭ ઓ.પી.ડી કરવામાં આવી છે. જેમાંથી ૪૭ ઇન ડોર છે, ૨૩ દર્દીઓને સ્‍વાઇન ફલુ પોઝીટીવ મળ્યો છે. તેમને સઘન સારવારં આપવામાં આવી રહી છે.  આજ દિન સુઘી ૪ દર્દીઓને યોગ્ય સારવાર આપીને રજા આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો