સુરતની સિવિલ હોસ્પિટલમાં વલસાડથી સારવાર અર્થે એલિયન જેવા બાળકને ખસેડાયું

શનિવાર, 7 મે 2016 (13:02 IST)
વલસાડની એક મહિલાએ હાઈડ્રોસેફાઈલસની બિમારીથી પીડિત બાળકને જન્મ આપ્યો હતો. આ બિમારીથી બાળકના શરીરનો આકાર વિચિત્ર થઈ જાય છે. બાળકનું માથુ બિમારીનાં કારણે સામાન્યથી બે ગણું મોટું થઇ ગયું હતું. જેથી તેને લોકો એલિયન જેવું બાળક જન્મ્યુ હોવાનું કહીને જમાવડો જમાવ્યો હતો. વલસાડના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં 4 મહિના સુધી સારવાર બાદ સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડનાં પીંડવડ ગામમાં રહેતા જયવંતી બેન ભાવેશભાઇ દળવી પરિવાર સાથે રહે છે. તેણીનાં લગ્નને પાંચ વર્ષનો સમય થયો છે. પ્રેગનેન્સીને હજુ સાત મહિના જ થયા હોવાથી સીઝેરિયન દ્વારા  બાળકને જન્મ આપ્યો હતો. જો કે બાળક જન્મજાત હાઇડ્રોકેફાલસ નામની બીમારીથી પીડિત હતો. આ બિમારી લાખો લોકોમાં એક વ્યક્તિને થતી હોય છે.

જો કે સૌથી મહત્વની બાબત છે કે સુરત સિવિલ હોસ્પિટલમાં વલસાડથી આવેલી મહિલાને બાળકની સારવાર કરવાની બાળ વિભાગે ના પાડી દીધી હતી. જેથી મહિલાને હાલ ન્યૂરોલોજી અને સર્જરી વિભાગ વચ્ચે ધક્કા ખાઇ રહી છે. જેથી ફરી સિવિલનાં તબીબો માનવતા નેવે મુકીને એક માતા તથા તેનાં બિમાર બાળકને સિવિલનાં સરકારી તંત્રમાં ધક્કા ખાઇ રહી છે. 

વેબદુનિયા પર વાંચો