ખુશ્બુ ગુજરાત કી વિસરાઈ, કચ્છ માત્ર વીઆઈપી લોકો માટેનું ટુરીસ્ટ ડેસ્ટીનેશન બન્યું

શુક્રવાર, 4 નવેમ્બર 2016 (12:38 IST)
અમિતાભ બચ્ચને ગુજરાતના પ્રવાસનો માટે ખુશ્બુ ગુજરાત કી દ્વારા અનેક જાહેરાતો કરી પણ શરૂઆતનું જોર સફળતા અપાવી ગયું. હવે તેનાથી વિરૂદ્ધની પરિસ્થિતી જોવા મળી રહી છે. ગુજરાતના લોકો કચ્છના રણોત્સવમાં જવાને બદલે રાજસ્થાનને પસંદ કરવા માંડ્યાં છે. આનું કારણ મોંઘવારી નથી પણ કચ્છમાં આપવામાં આવતી સુવીધાઓ મોંઘી છે. ત્યાં જઈને ચંદ્રની શીતળ ચાંદનીમાં રણમાં સફેદ માટીની મહેંક માણવા માટે લોકો મોટો ખર્ચો કરવા માટે તૈયાર નથી. કારણ કે ત્યાં રહેલા ટેન્ટ હવે લોકોને મોંઘા પડવા માંડ્યાં છે. એક ટેન્ટનું એક દિવસનું ભાડુ જ પાંચ હજાર રૂપિયા છે. તે ઉપરાંત અન્ય ખર્ચાઓ સાથે એક દિવસનો કુલ ખર્ચ એક પાંચ વ્યક્તિઓના ફેમિલિ માટે 40 થી 45 હજાર રૂપિયા થતો હોવાનું પ્રવાસીઓ જણાવી રહ્યાં છે. લોકોનું માનવું એવું છે કે કચ્છના રણોત્સવમાં જવું એના કરતાં રાજસ્થાનમાં ફરવું સારૂ. રાજસ્થાનમાં ફૂલ ફેમિલિ સાથે ફરવાનો 5 દિવસનો ખર્ચો 25 હજાર થાય તો એક દિવસના 45 હજાર રૂપિયા કચ્છમાં શા માટે ખરચવા જોઈએ. આવા અનેક સવાલોના લીધે હવે કચ્છની ખુશ્બુ માત્ર એનઆરઆઈ અને વીઆઈપી લોકો સુધી સિમિત રહી ગઈ છે.

વેબદુનિયા પર વાંચો