અમદાવાદમાં મોડી રાત્રે ખાબકયો ધોધમાર વરસાદ, 6 કલાકમા 6 ઈચ વરસાદ

શુક્રવાર, 5 ઑગસ્ટ 2016 (09:06 IST)
અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદથી શહેરીજનોને રાહત મળી હતી. અમદાવાદનાં સેટેલાઈટ, બોપલ, થલતેજ, નારણપુરા સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે જોરદાર વરસાદ વરસ્યો હતો. વિવિધ વિસ્તારોમા પાણી ભરાય ગયા છે. રસ્તાઓ પર નદીઓ વહી રહી હોય એવા દ્રશ્યો સર્જાયા છે

મોડી રાત્રે શરૂ થયેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારનાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં 12 કલાકમાં 7.5 ઈંચ પડ્યો હતો. નજીકના લાલપુરમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં દોઢ ઇંચ, વીરપુર તથા મોરબીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. મોટીપાનેલીમાં 3 ઇંચ વરસાદ થયો છે. ગીર-સોમનાથ  જિલ્લાનાં ગીરગઢડા પંથકનાં સમીસાંજે  બે થી અઢી ઇંચ પાણી વરસી ગયું હતું. બરડા પંથકમાં 3 થી 4 ઈંચ, જ્યારે કુતિયાણામાં સાંજે 2 કલાકમાં 2 ઈંચ જ્યારે રાણાવાવમાં પણ દોઢ થી બે ઈંચ વરસાદ પડ્યો હતો. પાલિતાણા,મહુવા, તળાજા,ઘોઘા સહિતના અનેક વિસ્તારોમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ ગુરૂવારે પડ્યો હતો.

વેબદુનિયા પર વાંચો