સુરતના કાળાધનના કુબેર કિશોર ભજીયાવાલાના પુત્ર જિગ્નેશ ભજીયાવાલાની ઇડીએ ધરપકડ કરી છે. બેનામી સંપત્તિ અને કાળા નાણાં મામલે તેની ધરપકડ કરવામાં આવી છે. સર્ચ દરમિયાન કરોડોનું બેનામી નાણું મળી આવ્યું હતું. બેનામી સંપત્તિ અને કાળા નાણાં મુદ્દે જીગ્નેશ ભજીયાવાલાની ઈડીએ આજે ધરપકડ કરી હતી. જેને આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે. સુરતના ઉધનાના ફાયનાન્સર કિશોર ભજિયાવાલાને ત્યાં આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગના દરોડામાં 400 કરોડનો ખજાનો હાથ લાગ્યો હતો. દિવસે ને દિવસે આ આંકડો વધી રહ્યો હતો. ભજિયાવાલા ઘણા લાંબા સમયથી વ્યાજખોરીનો ધંધો કરે છે. અને તેના રાજકારણીઓ સાથે પણ ગાઠ સંબંધ છે. ભાજપના ટોચના નેતાઓ સાથે કિશોર ભજિયાંવાલાના પુત્રની સેલ્ફી લીધેલી તસવીરો બહાર આવી છે.કિશોર ભજિયાવાલા અને પુત્ર જીગ્નેશ ભજિયાવાલાની ભાજપના નેતાઓ સાથે સતત ઉઠક-બેઠક રહે છે. તેના પુરાવા આપતી તસ્વીરો ખુદ જીગ્નેશે સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં અપલોડ કરેલી પોસ્ટમાંથી જોવા મળે છે. જેમાં પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, કેન્દ્રિયમંત્રી સ્મૃતિ ઈરાની, ભાજપના ટોચના નેતા ઓમ માથુર, સ્થાનિક ધારાસભ્યો, સાંસદો, ભાજપના પ્રમુખ સ્પષ્ટ જેઈ શકાય છે.