અમદાવાદમાં ફાસ્ટફૂડ બિઝનેસમાં પણ ઈ વોલેટની શરૂઆત

શુક્રવાર, 9 ડિસેમ્બર 2016 (17:21 IST)
નોટબંધીના નિર્ણયને એક મહિના જેટલો સમય લાગ્યો. શરૃઆતમાં લોકો બેંકમાંથી પૈસા ઉપાડવા અને જમા કરાવવા માટે પડા પડી કરતા હતા. ત્યારે આજે થોડો માહોલ શાંત થયો છે. પૈસાના અભાવના કારણે કેટલાંય ખોટા ખર્ચ બંધ કરવાનો વારો પણ આવ્યો. તો મની ક્રાઈસીસને પહોંચી વળવા કેટલાંક લોકોએ ઈ વોલેટ જેવા સિસ્ટમને આવકારી. ખાસ કરીને આજે માર્કેટમાં પેટીએમ, ઈ વોલેટ વગેરેનું ચલણ વધવા લાગ્યું. પહેલાં લોકોએ નોટબંધી થતા અફરા તફરી મચાવી હતી. પરંતુ એનો પણ એક રસ્તો કેટલાંક લોકોએ અપનાવી લીધો છે. સવારથી જ અમદાવાદના રસ્તાઓ પર વિવિધ ફાસ્ટફૂડની લારી કે દુકાનો ધમધમતી હોય છે. તો કેટલાંક એવા પણ નાના મોટા ધંધાદારી છે કે જેઓ રોડ ફાસ્ટફૂડનું વેચાણ કરતા હોય છે. તે લોકો પણ કેશલેસ સિસ્ટમને અપનાવે તે માટે કેટલાંક પ્રયાસોની જરૃર છે. મોટાભાગના ફાસ્ટફૂડના  વ્યવસાયમાં કેશથી જ વ્યવહાર થાય છે. યંગ જનરેશન આજે ચોક્કસ કેશલેસને સ્વીકાર કરશે. કારણકે તેઓ ટેકનોલોજી અને સિસ્ટમથી પરિચિત છે. પણ જે લોકોને નથી આવડતુ કે સમજ નથી પડતી તેઓએ શીખવાની જરૃર છે. કેશલેસ બન્યા બાદ પહેલાં તો છૂટ્ટાની ઝંઝટ અને ભ્રષ્ટાચાર હળવો થશે. કારણકે દરેક ટ્રાન્જેક્શન દેખરેખ હેઠળ હશે. ઉપરાંત ખિસામા પૈસા નહીં હોય તો પણ કેટલાંક વ્યવહાર સચવાઈ જશે. કેશલેસ ઇન્ડિયાનું નિર્માણ થતું હોય તો આપણી ફરજ છે કે તેમાં સાથ આપવો જોઈએ. જેના માટે પહેલાં લોકોને અવેર કરવાની જરૃર છે. જેવી રીતે એટીએમ આવ્યા બાદ લોકો ઉપયોગ કરતા થઈ ગયા. તેવી જ રીતે બાદમાં કેશલેસ સિસ્ટમને પણ ચોક્ક્સ આવકારશે. હા એ વાત સાચી કે દરેક જગ્યાએ કેશલેસ શક્ય નથી, એવી જ રીતે અશક્ય પણ નથી. લોકોના સાથની જરૃર છે.

વેબદુનિયા પર વાંચો