નવરાત્રીમાં કોમી એખલાસની ભાવના- મોદી પુરમાં મુસ્લિમ બંધુએ માતાજીની આરતી ઉતારી
મહેસાણાના આઝાદ ચોકમાં જાનીવાડા વિસ્તારમાં નવરાત્રિના છઠ્ઠા દિવસે જીતુભાઈ મોદી મહાકાલી માતાજીની વેશભૂષામાં ગરબા રમ્યા હતા. બંને હાથમાં સળગતી સગડી સાથે તેમને ગરબે ઘૂમતાં જોવા ભીડ જામી હતી.મહેસાણાના આઝાદ ચોકમાં જાનીવાડા વિસ્તારમાં નવરાત્રિના છઠ્ઠા દિવસે જીતુભાઈ મોદી મહાકાલી માતાજીની વેશભૂષામાં ગરબા રમ્યા હતા. બંને હાથમાં સળગતી સગડી સાથે તેમને ગરબે ઘૂમતાં જોવા ભીડ જામી હતી.મોદીપુરા ગામમાં બ્રહ્માણી નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા નવરાત્રિ મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે. જેમાં કોમી એખલાસ રૂપે ગામના સિપાઈ ઈસ્માઈલખાંએ નવરાત્રિમાં બુધવારે રાત્રે માંડવીમાં બિરાજમાન અંબાજી માતાની આરતી ઉતારી હતી. નવરાત્રિના સંચાલક ભરતભાઈ કે.પટેલે જણાવ્યું હતું કે, ગામમાં આ પ્રકારના કોમી એખલાસથી આનંદ અને ઉત્સાહભર્યું વાતારવણ સર્જાય છે