યોગનો નિયમ તોડીને સવાર સવારે માતાને મળવા દોડી ગયા PM મોદી

મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (11:21 IST)
બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઠમાં વાઈબ્રેન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલનનુ ઉદ્ધઘાટન કરશે. આ પહેલા તેઓ મંગળવારે સવારે અચાનક યોગ છોડીને માતાને મળવા પહોંચી ગયા. મોદીએ ટ્વિટર પર લખ્યુ કે આજે મે યોગા છોડી દીધો અને મા ને મળવા ગયો. તેમની સાથે નાસ્તો કર્યો. તેમની સાથે સમય વીતાવીને સારુ લાગ્યુ.
 
ઉલ્લેખનીય છે કે મોદીના મા હીરા બા ગાંધીનગરમાં સૌથી નાના ભાઈ પંકજ મોદી સાથે રહે છે.  તેઓ 95 વર્ષના છે. તેઓ ગાંધીનગરમાં સૌથી નાના પુત્ર પંકજ મોદી સાથે રહે છે. આ પહેલા પણ મોદી અનેક પ્રસંગે પોતાની માતાને મળવા જતા હોય છે. પીએમ બન્યા બાદ પણ તેઓ માતાના આશીર્વાદ લેવા ગયા હતા. તે પછી કેટલાક અવસર પર તેઓ પોતાની માતાને મળવા ભાઇના ઘરે ગયા હતા.

વેબદુનિયા પર વાંચો