સૂરતમાં કેજરીવાલની રાજનીતિ બોલ્યા - હાર્દિક કરતા મોટો દેશભક્ત કોઈ નહી

સોમવાર, 17 ઑક્ટોબર 2016 (10:10 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આવતા વર્ષે ગુજરાતમાં થનારા વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તૈયારીઓ વચ્ચે ગુજરાતના ચાર દિવસના પ્રવાસ પર કેજરીવાલે આજે સૂરત જીલ્લામાં એક રેલીને સંબોધિત કરતા કહ્યુ કે હાર્દિકથી મોટો કોઈ દેશભક્ત નથી હોઈ શકતો. 
 
પાટીદાર સમુદાયના પક્ષમાં બોલતા કેજરીવાલે બીજેપી પર નિશાન સાધતા કહ્યુ કે હાર્દિકનો શુ વાંક ? ઉલ્લેખનીય છે કે સૂરતમાં પાટીદાર સમુહની ખૂબ મોટી વસ્તી છે. થોડા દિવસો રાજ્યમાં અનામતની માંગને લઈને પાટીદાર આંદોલન પછી રાજ્યમાં ચૂટણી સમીકરણ બદલાય ચૂક્યા છે. 
 
કેજરીવાલે પટેલો પાસે સમર્થન માંગ્યુ 
 
અરવિંદ કેજરીવાલે રાજ્યની રાજનીતિની સફાઈ માટે આજે આ સમુદાય સમર્થન માંગ્યુ અને તેમને ન્યાય અપાવવાનુ આશ્વાસન આપ્યુ. તેનાથી પહેલા કેજરીવાલે ગયા વર્ષે અનામત આંદોલન દરમિયાન માર્યા ગયેલા ચાર પટેલ યુવકોના પરિજન સાથે મુલાકાત કરી હતી. 
 
કેજરીવાલની રેલીમાં હંગામો 
 
કેજરીવાલની રેલી પહેલા નગર પોલીસે અનેક પ્રદર્શનકારીઓની ધરપકડ કરી. આ લોકો પાક અધિકૃત કાશ્મીરમાં સેનાના લક્ષિત હુમલાના પ્રમાણ માંગનારી કેજરીવાલની ટિપ્પણી વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતુ. કાલા ઝંડા લહેરાવતા અને કાલી માટીના વાસણ તોડતા પ્રદર્શનકારીઓએ કેજરીવાલને પાકિસ્તાન સમર્થક કરાર આપ્યો અને સૂરત છોડવાનુ કહ્યુ. 
 
બ્રહ્મ પદકર સમિતિના સભ્યાને પોલીસ દ્વારા રેલી સ્થળ યોગી ચોક બહાર ધરપકડમાં લેવામાં આવી. દિલ્હીમાં આપ સરકારના અનેક મંત્રીઓ સંદિગ્ધ ટ્રૈક રેકોર્ડ વિશે બેનર પણ લગાવ્યા હતા. આ દરમિયાન ગો રક્ષકો દ્વારા કથિત રૂપે મારી નાખવામાં આવેલ એક મુસ્લિમ યુવકના પરિજનોએ કેજરીવાલને વડોદરામાં આજે મુલાકાત કરી. મોહમ્મદ ઐયૂબને 13 સપ્ટેમ્બરની રાત્રે એસજી રાજમાર્ગ પર કેટલાક લોકોએ કથિત રૂપે તેને માર માર્યા હતા. કારણ કે તેની દુર્ઘટનાગ્રસ્ત કારમાં હાજર વાછરડાનુ મોત થઈ ગયુ હતુ.  આ ઘટનાના ત્રણ દિવસ પછી અમદાવાદ સ્થિત સરકારી હોસ્પિટલમાં ઐય્યૂબનુ મોત થઈ ગયુ. ઐય્યૂબના ભાઈ મોહમ્મદ આરિફ કેજરીવાલેન મળવામાટે પોતાની બે બહેનો સાથે અમદાવાદથી યાત્રા કરીને વડોદરા આવ્યા.  

વેબદુનિયા પર વાંચો