વડોદરા એરપોર્ટને લિમ્કા રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું

શુક્રવાર, 14 ઑક્ટોબર 2016 (23:15 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 22 ઓક્ટોબરે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે. વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવુ ટર્મિનલ શરૂ થાય તે પહેલાં તેને લિમ્કા બૂક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે. એરપોર્ટના નવા ટર્મિનલની છતને  164.2 મિટરની દેશની સૌથી લાંબી સિંગલ લેંથ સ્ટિલ રૂફ શીટના રેકોર્ડ તરીકે સ્થાન મળ્યું છે. ઇન્ફ્રા કંપનીને રેકોર્ડનું સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે. દેશના કોઇ પણ એરપોર્ટમાં પ્રકારની જોઇન્ટલેસ સ્ટિલની છત તૈયાર કરવામાં આવી નથી.વડોદરા એરપોર્ટ માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ લેંથ અગાઉથી ફિક્સ થઇ ગઇ હોવાના કારણે તેમાં સ્થાન મળી શક્યું નહીં. સ્ટિલની રૂફ અગાઉ પ્રમાણે ફોરેનની કંપનીસ દેશમાં તૈયાર કરતી હતી. કોઇ પણ પ્રકારના જોઇન્ટ વગરની સિંગલ લેન્થ ધરાવતી દેશની પ્રથમ રૂફ વડોદરા એરપોર્ટમાં બની છે. 28 જાન્યુઆરીથી રૂફનું કામ શરૂ કરાયું હતું. વડોદરા એરપોર્ટ અમદાવાદ બાદ રાજ્યનું સૌથી મોટું એરપોર્ટ બન્યું છે. એરપોર્ટ 17,500 સ્ક્વેર મીટર લેન્ડમાં તૈયાર થયું છે. વર્તમાન ડોમેસ્ટીક એરપોર્ટની 7500 સ્ક્વેર મીટર એરીયામાં છે. ટર્મિનલ માટે 4519 સ્ક્વેર મીટર લેન્ડનો ઉપયોગ પેસેન્જર એરીયા માટે થયો છે.

વેબદુનિયા પર વાંચો